SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર સમ્રાટ અકબર દુર્ગ એમ પ્રદેશો તથા દુર્ગો દુશ્મનના હાથમાં સપડાવા લાગ્યા. ધીમે ધીમે કમલમેર, ઉદયપુર આદિ સમસ્ત શહેર વિપક્ષના અધિકારમાં આવી ગયા. પ્રતાપ જ્યારે આ પ્રમાણે વિશેષ દુર્દશામાં ઘેરા જતા હતા, તે સમયે એકવાર પુનઃ અકબરે મૈત્રી બાંધવાનું કહેણ દૂત સાથે પ્રતાપને કહેવરાવ્યું, તથાપિ પ્રતાપે અકબરના પ્રત્યે સ્પષ્ટ અવજ્ઞા દર્શાવતાં મૈત્રી કે સંધિ સ્થાપવાની સ્પષ્ટ ના પાડી. સ્વાધીન રાજપૂતમસ્તક મૈત્રીભાવે પણ અવનત કરવાની સ્પષ્ટ અનિચ્છા તેણે પ્રકટ કરી. સમ્રાટ અકબરે હવે નિરુપાયે પિતે જાતે મેવાડના સંગ્રામમાં જોડાવાની ઇચ્છા દર્શાવી અને પિતાના બાહુબળવડે મેવાડનું યુદ્ધ સમાપ્ત કરવા રણક્ષેત્રમાં હાજર થયો. મેવાડમાં પ્રવેશ કરી સમ્રાટે પ્રતાપની શોધ કરવા માંડી, પણ પ્રતાપને ક્યાંઈ પત્તો લાગે નહિ. અકબરની સામે યુદ્ધમાં ઉભા રહેવા જેટલી શક્તિ ન હોવાથી પ્રતાપ પર્વતની ખીણમાં ભરાઈ બેઠે હતો, એથી અકબર તેને સંપૂર્ણ પ મેળવી શક્યો નહિ. છેવટે પ્રતાપની ગેરહાજરીને લાભ લઈ સમ્રાટ વિવિધ સ્થાને સૈન્યની સ્થાપના કરી તથા રાજ્યશાસન સંબંધી સઘળી વ્યવસ્થાઓ કરી, ત્યાંથી રાજધાની ખાતે પાછો ફર્યો. પ્રતાપ હવે એક વનમાંથી બીજા વનમાં અને એક પર્વતમાંથી બીજા પર્વતમાં વિચરણ કરવા લાગ્યો. તેણે ઉપયોગી પર્વત ઉપર અમુક પ્રકારનાં સંકતિક ચિન્હની સ્થાપના કરી. આ ચિન્હ એક પર્વતના શિખર ઉપરથી અન્ય પર્વતના શિખર ઉપર સમાચાર મેકલવામાં અને રણસંગ્રામમાંથી બચી ગયેલું સૈન્ય એકત્ર કરવામાં તથા નવીન ભીલ સૈન્યને એકત્રિત કરવામાં બહુ ઉપયોગી થઈ પડતાં હતાં. પ્રસંગોપાત પ્રતાપ પર્વતની ટેકરીઓમાંથી અકસ્માત બહાર નીકળો અને મેગલસૈન્ય ઉપર આકસ્મિક છાપો મારી બની શકે તેટલો સંહાર કરી પુનઃ પર્વતમાં અદશ્ય થઈ જતો. તેની પાસે હવે નાનું સરખું પણ રાજ્ય રહ્યું નથી, બેસવાને સિંહાસન તે શું પણ કોઈ પ્રકારનું ક્ષુદ્ર સુખાસન પણ રહ્યું નથી, મોટી ઈમારતે તે દૂર રહી પણ રહેવાને માટે ઝુંપડી સરખી પણ રહી નથી, સૈનિકે પણ સર્વ નાશ પામ્યા છે; તથાપિ તે પિતાની સ્વાધીનતાનો ત્યાગ કરવાને તત્પર થયો નહિ ! તે હવે ગુપ્તભાવે ભીના આશ્રમમાં રહી જીવન વિતાવવા લાગ્યો. તેના દુઃખની, કષ્ટની કે કોશની અવધિ રહી નથી! એકવાર રાજ્યને અધિષ્ઠાતા બનવાને સર્જાયેલે રાજકુમાર પ્રતાપ, હવે વૃક્ષતળે કે પર્વતની ગુફામાં ખુલ્લી પૃથ્વી ઉપર સૂઈ મહાકષ્ટ કાળ વીતાવવા લાગે. સિંહાસનને બદલે પર્વત અને જંગલના પથરાઓ તેના આસનરૂપ તથા પ્યારૂપ બન્યા છે. વનનાં કંદમૂળ અને નિર્મળ ઝરાનું પાણી એ તેના ખાન-પાનની મુખ્ય સામગ્રી બની છે. એક વનમાંથી બીજા વનમાં વનચારી વેશે, વનવાસીઓએ Shઆપેલા અતિસામાન્ય આહાર ઉપર નિર્ભર રહી ગમે તે પ્રકારે દિવસે ગુજારે ડાર ૯ 'માતરામાન્ય છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy