SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાણા પ્રતાપસિંહ ૧૭. મોગલ સૈનિકે નષ્ટ થઈ ગયા. એટલામાં અસંખ્ય મોગલસેના પ્રતાપને છુંદી નાખવા તેની આસપાસ ફરી વળી; તરફથી તેના ઉપર હલાઓ થવા લાગ્યા; સર્વ પ્રકારનાં શોને પ્રહાર તેના અંગ ઉપર પડવા લાગે; પરંતુ પ્રતાપને પરાજિત કરે એ મોગલ માટે સાધારણ કાર્ય નહતું. પ્રતાપને વશીભૂત કરવા જેટલી શકિત જ કોઈનામાં નહતી. પ્રતાપ એ સમયે અતિ ઉત્કૃષ્ટ અને ઉચ્ચ અશ્વ ઉપરે બેઠા હતા, તે વાત અમે પૂર્વે જણાવી ગયા છીએ. તે અશ્વની પીઠ ઉપર બેસીને પિતાની બંને બાજુના શત્રુઓનો સંહાર કરતા આગળ વધવા લાગ્યો. ચેતક પણ જાણે કે પોતાના સ્વામીને સહાય આપતે હેય તેમ વીરમદે ફાંગે ભારત અને વટાળીઆની ઘુમરી માફક નૃત્ય કરતા વિપક્ષસેનાને પિતાના પગતળે કચરવા લાગે! પ્રતાપની ભયંકર પરિસ્થિતિ નિહાળી તેનું સૈન્ય પણ તેની પાસે દોડી આવ્યું અને પિતાના પ્રાણના ભેગે માલિકના પ્રાણની રક્ષા કરવા ઉઘુક્ત થયું. મહા ભીષણ યુદ્ધને પ્રારંભ થયો. પ્રતાપને જીવનદીપક બુઝાવી દેવો એજ સમસ્ત મોગલસેનાને એકમાત્ર ઉદ્દેશ હતો. સમસ્ત મોગલસેનાએ એકત્ર થઈ પિતાની સમસ્ત શક્તિ તેજ એક ઉદેશની સિદ્ધિ અર્થે વાપરવા માંડી. રાજપૂત પણ પિતાના સ્વામીના પ્રાણની રક્ષા કરવા જતાં શત્રુઓના પ્રબળ પ્રહારવડે પંચત્વ પામવા લાગ્યા. પ્રતાપના સૈનિકોને મેટે ભાગ આ હલામાં મૃત્યુવશ થયા. મહારાણાના કદાવર દેહ ઉપર સાત સખ્ત પ્રહાર થયા હતા, તેમાંથી રુધિરની ધારા વહી રહી હતી અને સમસ્ત પિષાક પણ રૂધિરમય થઈ ગયો હતે; છતાં તેણે પોતાનું બાહુ બળ દર્શાવવામાં લેશમાત્ર સંકેચ કર્યો નહિ. શત્રુનો સંહાર કરતી વેળા પિતાની દેહવ્યથાપ્રતિ દષ્ટિપાત કર્યો નહિ. એક રાજપૂત વીરતરીકેની સાહસિકતાને શિથિલ થવા દીધી નહિ! પ્રતાપના સિનિકે પૈકીના એક ઝાલા માનસિંહે વિચાર કર્યો કે કેવળ વીરત્વારા શત્રુઓના પંજામાંથી પ્રતાપને ઉદ્ધાર થવો સભવિત નથી. એમ ધારી તેણે પિતાના આત્માને-પ્રાણને માલિકના આત્માની તુલનામાં તૃણવત્ લેખી, આત્મભોગદ્વારા મહારાણાને બચાવી લેવાની એક યુક્તિ રચી. તેણે પ્રતાપનું રાજછત્ર ઝુંટવી લઈ પિતાના શિરે અકસ્માત સ્થાપિત કરી દીધું અને પ્રતાપની લગભગ પાસે જ રહીને શત્રુઓની કતલ કરવા માંડી. મેગલપક્ષ આ યુક્તિથી છેતરા. યુક્તિ પણ સફળ થઈ. મેગલએ ઉક્ત માનસિંહને મહારાણા પ્રતાપસિંહતરીકે માની, યથાર્થ પ્રતાપને રહેવા દઈ, તેની ઉપર ભીષણ આક્રમણ કર્યું અને તેને જખમી કરી મરણતલ કરી મૂકે. આ પ્રમાણે માનસિંહ જે સમયે લડી રહ્યો હતો, તે સમય દરમિયાન પ્રતાપ પિતાના પક્ષમાં મળી જવા શત્રુપક્ષને ભેદીને આગળ વગે. રાજસ્થાનના ઇતિહાસમાં ઉક્ત માનસિંહ જેવા વીરનરોના આ ત્મભોગનાં દષ્ટાંતને ટેટે નથી. રાજસ્થાનને ઇતિહાસ મહાવતી પુષાર્થી વરેના આત્મોત્સર્ગ વડે આજે પણ પ્રકાશિત થઈ રહ્યો છે. છતાં રાજપૂતો આ વેળા વિShree Sudharmaswami Gyanbharuar-Umara, surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy