SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ સમ્રાટ અકબર પર્યત કેઈએ પણ મોગલસેના ઉપર હલ્લો કર્યો નહિ, મેગલસેનાના માર્ગમાં કાઈએ વિન નાખ્યું નહિ; એટલું જ નહિ પણ કોઈએ પ્રત્યક્ષ દર્શન પણ આપ્યું નહિ. અંતે મેગલ સામ્રાજ્યની હિંદુ-મુસલમાન સેના પર્વતના પશ્ચિમ ભાગની તળેટીમાં-પ્રાતઃસ્મરણીય હલદીઘાટમાં આવી પહોંચી. રજની વીતી ચૂકી છે, પક્ષીઓ કલરવ કરી ઉષાદેવીને આમંત્રણ આપી રહ્યાં છે, ધીમે ધીમે સૂર્યોદય થયો. બરાબર એ જ સમયે પર્વતને ધ્રુજાવતા અને દિગમંડળને પ્રતિધ્વનિત કરતા મહારાણા પ્રતાપસિંહ, સિંહની માફક અકસ્માત શત્રુપક્ષ ઉપર તૂટી પડયો ! તેનું રાજપૂત અને ભીલસૈન્ય મહા પરાક્રમપૂર્વક શત્રુને સંહાર કરવા લાગ્યું. ભયંકર યુદ્ધને આરંભ થયો. હરિણસરખી તીવ્ર ગતિવાળા ચેતક નામના એક શ્યામ અશ્વ ઉપર આરહણ કરી પ્રતાપસિંહપતે રણક્ષેત્રમાં સર્વત્ર ઘુમી રહ્યા હતા અને પિતાના સૈન્યને વીરમદે ઉન્મત્ત કરવા વિવિધ ઉત્તજનાઓ આપી રહ્યો હતો. મોગલસેના, વાયુમાં ઉડી જતાં શુષ્ક પની માફક ચોતરફ વિખરાવા લાગી. પ્રતાપના સૈનિકે દ્વારા તે નષ્ટ થવા લાગી. પ્રતાપ, રાજા માનસિંહની શોધમાં ચોતરફ ભમવા લાગ્યા. રાજા માનસિંહને પિતાના બાહુબળનો પરિચય આપવા કિંવા તેની મનોવાંછના પૂર્ણ કરવા, બેમાંથી ગમે તે કારણ હોય, પણ માનસિંહની શોધ અર્થે તે શત્રુપક્ષમાં વિનાસ કેચે ધસી ગયો. માનસિંહની હાજરીની જે જે સ્થળે સંભાવના રાખી શકાય તે તે સર્વ સ્થળામાં, શત્રુએની મધ્યમાં પ્રતાપ ફરવા લાગે. શત્રુસેનાનો ભેદ કરી તે સર્વત્ર ફરી વળે. ચતુરચૂડામણિ રાજા માનસિંહ એ સમયે વિપુલ મોગલસેનાની મધ્યમાં એક હસ્તિ ઉપર બેઠે બેઠે સૈન્યવ્યવસ્થા કરી રહ્યો હતો. તેની આસપાસના હિંદુ અને મુસલમાન સૈનિકે તથા સેનાપતિઓ વિપક્ષને વિનાશ સાધી રહ્યા હતા. પ્રતાપે દૂરથી આ દસ્ય જોયું. તેને ખાત્રી થઈ કે માનસિંહની આસપાસ રહેલે શત્રુને વિશાળ સમુદ્ર ઓળંગી માનસિંહ પાસે પહોંચવું, એ મનુષ્યને માટે સંભવિત નથી. તે આવો વિચાર કરે છે એટલામાં થોડે દૂર કુમાર સલીમને દેડી જતા તેણે જે. તે જ ક્ષણે પ્રતાપની વૈરવૃત્તિ પ્રબળ થઈ આવી અને અશ્વને એક સખ્ત એડી મારી, શત્રુઓનાં ટોળાંની મધ્યમાં થઇને, વજાગ્નિની માફક સલીમના હસ્તી ઉપર તૂટી પડે. ચેતક અશ્વ મેટી મટી ફસંગે મારતે પેલા હાથી પાસે આવીને ઉભો રહ્યો અને પિતાના બે આગલા પગે હાથીના મસ્તક ઉપર સ્થાપન કરી, માત્ર બે પગ ઉપરજ અડગભાવે નિર્ભર રહ્યા. પ્રતાપે આંખના એક પલકારા જેટલા સમયમાં તીક્ષ્ણ ધારવાળા ભાલાવતી માવતને વીધી નાખ્યા અને તેને ધરણી ઉપર ફેંકી દીધે. ગજરાજ આ અપૂર્વ આક્રમણથી અને ખાસ કરીને ચેતકના પદપ્રહારથી બહુજ ગભરાયો અને ભયભીત થઇને, ચીસ-બરાડા પાડતો GA એકીશ્વાસે ત્યાંથી નાસવા લાગ્યો. નાસતાં નાસતાં તેના પગ નીચે આવી અનેક Shree Sudhalmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy