SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ સમ્રાટ અકબર રાજપૂત રવદેશરક્ષા અર્થે અપૂર્વ વીરત્વ, સાહસ અને પરાક્રમ પૂર્વક શત્રુને સંહાર કરવા લાગ્યા. રાજપૂત લલનાઓ, સ્વદેશની આપત્તિ સમયે, પ્રિય પતિને પકડી રાખી હાયવોય કરવાનું શીખી નહતી; પિતાના પ્રાણપ્રિય પતિને પોતાની ઓઢણીના છેડાવતી છુપાવી રાખી સુખ-વૈભવમાં જીવન ગાળવા દુષ્ટ કલ્પના તેમના મગજમાં પણ આવતી નહતી. સ્વદેશ ઉપર આપત્તિનું ઘનઘોર વાદળ ફરી વળ્યું હેય તે સમયે ભયથી, ખેદથી કે વિરહથી આકુળવ્યાકુળ બનવા જેટલી નિર્બળતા તે કાળે રાજપૂત લલના પણ દર્શાવતી નહતી. વસ્તુતઃ તે અંત:પુરમાં વિચરનારી રમણીઓ પણ શૌર્ય અને વીર્યવડે પૃથ્વી પૂજાવવાને સમર્થ હતી. તેઓ રણક્ષેત્ર માં ઘુમવાની શક્તિવાળી તેમજ અભ્યાસવાળી હતી. પૂર્વકાલની આર્ય રમણી પિતાના પતિને ઉત્સાહિત કરી. તેમને રણક્ષેત્રમાં મોકલી આપતી હતી, એટલું જ નહિ પણ પિતે પણ પિતાના સ્વામી સાથે રહી રણક્ષેત્રમાં વિચરણ કરતી અને શત્રુ. સંહારમાં સહાય આપતી હતી. ઉક્ત આર્યલલનાઓ રણાંગણમાંથી નાસી આવેલા કિંવા ભયભીત બની ઘરતરફ પાછી ફરેલા પતિને તિરસ્કાર કરતી અને પુનઃ તેને યુદ્ધાર્થે સત્વર તૈયાર કરતી ત્યારેજ શાંત થતી. રાજસ્થાનની જે રાજલક્ષ્મીની ઐતિહાસિકે આજે પણ સ્તુતિ કરે છે, તે અનેક અંશે આ વીરરમણએને જ આભારી છે, એમ કહીએ તે તે અસ્થાને નથી. આજે મેગલ સામેના સૈન્યમાં પૂરની પત્ની તથા માતા હાથમાં બરછી તથા ખગ લઈને ભયંકર પરાક્રમ દાખવતી યુદ્ધમાં ઘુમી રહી છે ! ઉભય રમણીઓ ભીષણ આક્રમણ કરી મેગલસેનાને નાશ સાધવા આગળ વધી રહી છે. આવા સંયોગોમાં મેગલ સૈન્યની શું તાકાત છે કે તે પેલા પડી ગયેલા કિલાકાર દુર્ગમાં દાખલ થઈ શકે? મેગલની મોટી મોટી ટુકડીઓ, પડી ગયેલા કિલ્લા પાસે આવવા લાગી અને તે તત્કાળ જ રાજપૂત સૈનિકોના પરાક્રમ આગળ અદશ્ય થઈ જવા લાગી. આમ છતાં અકબરની સરદારી નીચેનું સૈન્ય સાહસ કે ઉત્સાહ હારી જાય તેમ નહોતું. અલબત્ત, રાજપૂત સૈનિકને માર ખાઈ મોગલ સૈન્ય અનેકવાર પાછું હડી જતું હતું, પણ પુનઃ પાછું મહાસમુદ્રની માફક તરંગે ઉપર તરગો વિસ્તારતું, અધિક અડગતાથી, અધિક વેગથી તથા અધિક પરાક્રમથી આગળ વધતું રાજપૂતે ઉપર ફરી વળતું. વીરરમણી પૂરની પત્ની યુદ્ધ કરતાં રણુમાં પંચત્વ પામી. એટલામાં પેલી બીજી ખાઈ, જે દારૂથી સંપૂર્ણ ભરવામાં આવી હતી તે ફાટી નીકળી ! તેના ભયંકર પ્રલયકારી શબ્દથી સમસ્ત પ્રદેશ ગઈ ઉઠે ! અનેક રાજપૂત તથા મોગલે પણ એ સુરંગની જવાળાના ભંગ થઇ પડયા. એમ કહેવાય છે કે એ સુરંગને અવાજ પ્રાયઃ સ માઈલ પર્યત સંભળાયા હતા. જાણે કે રાજપૂતાનાના સમસ્ત સંતાનોને મેહનિદ્રામાંથી જાગૃત કરવાને તેમની સ્વતંત્ર જન્મભૂમિએ આ ભીષણ નાદ કર્યો હોય તેમ તે આસપાસના Shree Sudharmaswami Gyanbhandar-Umāra, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy