SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ચિતોડ અને રાજસ્થાન જે સ્થળે શ્રમિત યોદ્ધાઓને ઉત્સાહ આપવાની આવશ્યક્તા જણાતી અને જે સ્થળે નિરાશ લડવૈયાઓને વૈર્યને ઉપદેશ આપવાની અગત્ય જણાતી. તે સ્થળે સમ્રાટ સ્મિતવદને અવિલંબે સર્વદા ઉપસ્થિત થતું. એક દિવસે દુર્ગના એક સ્થાનમાંથી ઉપરાઉપરિ ગોળી અને શરવૃષ્ટિ થઈ રહી હતી, અસંખ્ય મોગલસૈનિકે તારા મૃત્યુના માર્ગે પડતા હતા. સમ્રાટને જેવા આ સમાચાર મળ્યા કે તુરતજ તે ભયંકર વિપત્તિના સ્થાને હાજર થયા. રાજપૂતની ગેળીઓને કેવી રીતે પાછી હઠાવવી તેને વિચાર કરતા સમ્રાટ ઉભે હતું, તેજ સ્થળે થોડે દૂર અકસ્માત એક મેટો અગ્નિમય ગળે આવી પડે. આ ગોળાએ અકબરની આસપાસ ઉભેલા વિશ સૈનિકાને જખમી કર્યા, છતાં અકબર ભયભીત થઈને તે સ્થાનેથી નાસી નહિ જતાં ત્યજ અડગભાવે ઉભો રહી વિચાર કરવા લાગ્યા. અન્ય એક સમયે સમ્રાટ અને એક સેનાપતિ ઉભય એકસાથે ઉભા રહીને લશ્કરની હિલચાલ તપાસતા હતા, એટલામાં એકાએક એક ગોળી શત્રુના સિન્યમાંથી આવી અને પેલા સેનાપતિના હૃદયને વિંધીને પસાર થઈ ગઈ. એકદા એક રાજપૂત સૈનિક કિલ્લાના તારણ ઉપર ઉભા રહીને ગોળીઓ દ્વારા મોગલસેનાને વિનાશ સાધી રહ્યો હતે. સમ્રાટે તે દશ્ય પિતાની નજરે જોયું અને તેજ ક્ષણે તેણે પેલા રાજપૂત દ્ધાની સામે ઉભા રહી માત્ર એકજ ગોળી એવા નિશાનપૂર્વક ફેંકી કે પેલે રાજપૂત તત્કાળ કિલ્લા ઉપરથી ધરણી ઉપર ઢળી પડે. રાજા ટોડરમલ, રાજા પત્રદાસ તથા રાજા ભગવાનદાસ આદિ હિંદુઓ પણ અસાધારણ પરિશ્રમપૂર્વક પિતાપિતાનાં કર્તવ્ય કરી રહ્યા હતા. રાજા ટોડરમને એકવાર અવકાશના અભાવે એક દિવસ અને બે રાત્રિપર્યત-તરસ્યા રહી યુદ્ધકાર્ય કરવું પડયું હતું ત્રણ સપ્તાહના સતત પરિશ્રમ બાદ સુરંગનું કામ સંપૂર્ણ થયું. સુરંગને છેલ્લે ભાગ કે જે કિલ્લાના મૂળમાં આવેલ હતું ત્યાં બે વિશાળ ખાઈઓ ખોદવામાં આવી હતી અને એ ખાઈમાં ઠાંસી ઠાંસીને દારૂ ભરવામાં આવ્યો હતો. ઉભય ખાઇઓમાં એકીસાથે આગ લગાડવાની સમ્રાટે એક સૈનિકને આજ્ઞા કરી; પણ તે સૈનિક સમ્રાટને આશય સમજી શક્યો નહિ, તેથી તેણે બે ખાઈઓમાં થોડા સમયના અંતરે અગ્નિ લગાડવાની ભૂલ કરી. નિર્દિષ્ટ સમયે એક સુરંગમાં આગ મૂકવામાં આવી કે તરત જ તે સુરંગમાં ભયંકર ગગનભેદી અવાજ થયે; અને એ અવાજની સાથેજ કિલ્લાની દીવાલને કેટલેક અંશ તૂટી પડ્યો. કિલ્લો તૂટતાંની સાથેજ મોગલસેના તે તરફ ધસી ગઈ ! રાજપૂતો પણ તેની સામે અતિ સાહસપૂર્વક આવીને લડવા લાગ્યા. વીરનર જ્યમલ તથા પૂત્તની પાસે તે સમયે સાત હજાર રાજપૂત સનિકે હતા. તે ઉભય નરે દુર્ગના રક્ષણ માટે - મોગલોની સન્મુખ આવીને ઉભા રહ્યા. બંને પક્ષો વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું. Shree Sudharmaswali Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy