SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ નક્ષત્ર-મંડળ રાજભક્ત, સત્યવાદી તથા વિશ્વાસી છે. તેઓની પ્રકૃતિનું માહાભ્ય, તે જ્યારે તેમના ઉપર કોઈ આપત્તિ આવી પડે છે અને તેમની કસોટી થાય છે ત્યારે જ સ્પષ્ટરૂપે પ્રતીત થાય છે. દુઃખ અને કચ્છના સમયમાં તેઓની પ્રકૃતિ સવિશેષ ઉજજવળ રૂપ ધારણ કરે છે. હિંદી સૈનિકે રણસ્થળમાંથી પલાયન કરવાનું તે જાણતાજ નથી. જ્યારે તેઓ યુદ્ધમાં પિતાને વિજય થાય એમ જોતા નથી, ત્યારે તેઓ મૃત્યુ કરતાં પલાયનને વિશેષ ભયંકર સમજી, અશ્વ ઉપરથી નીચે ઉતરી અસીમ સાહસપૂર્વક પોતાના આત્માની રણક્ષેત્રમાં આહુતિ આપે છે. આ તે એકમાત્ર યુદ્ધસંબંધી જ માહાભ્ય વર્ણવ્યું, પરંતુ પ્રત્યેક વિષયમાં તેઓ એવું સાહસ અને પરાક્રમ દર્શાવી શકે છે. તેઓની પાસે ગમે તે કઠિન વિષય મૂકવામાં આવે તે પણ તેઓ સતત પરિશ્રમ અને ખંતપૂર્વક, અલ્પ સમયમાં તે સંપૂર્ણ કર્યા વિના રહે નહિ; એટલું જ નહિ પણ કવચિત પિતાના શિક્ષક કરતાં પણ અનેક અંશે આગળ વધી જાય તેવા છે. ઈશ્વરની પ્રીતિ સંપાદન કરવા તેઓ શરીર અને મન ઉભયને વ્યય કરી શકે છે, અને સમસ્ત જીવનપર્યત તપસ્યા કરી શકે છે. ઈશ્વર “વિવાદિય” છે, એવી તેમની દઢ શ્રદ્ધા છે. તેઓ ઈશ્વરની પૂજા કરે છે અને એ પૂજાજ સમસ્ત શકિતઓના મૂળરૂપ છે, એમ માને છે. તેમના જેવા ધાર્મિક અને આત્મસંયમી પુરુષો પૃથ્વીના અન્ય કોઈ ભાગમાં ભાગ્યે જ હશે. હિંદુઓમાં ગુલામગીરીની પદ્ધતિ નથી. જો કે ભારતવાસી માટી આપત્તિમાં આવી પડે અને એ આપતિમથિી પિતાને ઉદ્ધાર કરવા અન્ય કાઈ સ્વદેશબંધુને પ્રાર્થના કરે, તે તેઓ ઉભય પરસ્પરને બિલકુલ ન ઓળખતા હેય, બંને વચ્ચે કશો જ સ્નેહ કે સંબંધ ન હોય તે પણ તે સ્વદેશબંધુ તે દુખી મનુષ્યને તેજ ક્ષણે સહાય આપવા બહાર આવશે; અને એ સહાયના પરિણામે તેની સંપત્તિ-કીર્તિ તથા જીવનને ગમે તેટલી હાનિ ભોગવવી પડે, તે પણ તેઓ તેની લેશ પણ પરવા રાખશે નહિ.” સમ્રાટ અકબરની રાજસભામાં જે સમસ્ત પવિત્ર બ્રાહ્મણો એકત્ર થતા તેમના સંબંધમાં, અબુલ ફઝલને સમકાલીન બાદલની, કે જે હિંદુઓની વિરુદ્ધમાંજ ઉભા રહે, તેને પણ લખવું પડયું છે કે આ બ્રાહ્મણેએ પિતાના ધર્મગ્રંથમાં, ધર્મતત્વમાં અને નીતિતત્વમાં એટલું તે પાંડિત્ય પ્રાપ્ત કર્યું છે, એવી તે ભવિષ્યત દષ્ટિ પ્રાપ્ત કરી છે, ધર્મસંબંધે એવી તે ઉન્નતદશા પ્રાપ્ત કરી છે અને મનુષ્ય જીવનની એટલી તે સંપૂર્ણતા સંપાદન કરી છે કે તેઓ અન્ય સમસ્ત ધર્મસંપ્રદાયના મુખ્ય અને પ્રધાન પુરુષોને ઓળંગીને આગળ ચાલ્યા ગયા છે, એમ કહું તે અયોગ્ય નથી.” ઈસના ઓગણીસમા સૈકાના મદ્રાસના ગવર્નર સર ટોમ્સ મનરો S સાહેબ લખે છે કે –“ભારતવર્ષને સસભ્ય બનાવવાની કિવા ભારતવર્ષને સુધા Shree Sudharnaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy