SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯ દીવા તદ્દન મુઝાઇ ગયા. તેને બદલે ત્યાં ઇંદ્રધનુષ્યના જેવા પરંતુ ઝળહળતા પ્રકાશ તેને દેખાયા. તેના તેને જરા પણ ભય લાગ્યા નહિ. પહેલાંની જેમ આજે પણ પોતાને કાંઇક અદ્ભુત દેખાવ જોવા મળશે, એમ લાગવાથી તેને આનંદ થયો. તેમાં પણ આજે પોતે ખરેખર જાગે છે, તેથી તેા તેને બહુજ આનદ થયા. તેણે પેાતાની આંખા ઉપરથી હાથ ફેરવીને તે તેજસ્વી પ્રખર પ્રકાશ તરફ અચળ દ્રષ્ટિ લગાવી. અડાજ વખતમાં તે પ્રકારનું પ્રતિબિંબ દિવાલ ઉપર પડ્યું અને તે સાથેજ તે દિવાલ કાચની દિવાલ હાયની ! તેમ પારદર્શક દેખાવા લાગી. તે જોઇ ફક્ત એકજ પળને માટે તે જરા ગુચ વાયા. પુન: પેાતાને ભાસજ થાય છે કે શું? એમ તેને લાગ્યું, તેટલામાં તે પેલી તરફના મહેલમાંની વસ્તુ તેને સાફ સાફ દેખાવા લાગી. ત્યાંના દરવાજા, ખારી, દિવાલ ઉપરનુ’કાતરકામ, ત્યાં ખુણાએમાં મૂકેલી નાની મોટી ચીજો તેને એટલી બધી તે સ્પષ્ટપણે દેખાવા લાગી કે તે પાતેજ તે ચીજોની પાસે જઇને જોતો હાય ! ફરી તે પ્રકાશ જરા વધ્યા. તે સાથે લલિતની દ્રષ્ટિ આધે સુધી ગઇ. પહેલાંના દેખાવ દૂર થયા અને તેની પેલી તરફના દેખાવ તેને દેખાવા લાગ્યા. ત્યાં તેની દ્રષ્ટિ સ્થિર થઇ. તેનું ધ્યાન તે તરફ ખેં'ચાયું. વાંચક ! જ્યાં આપણી આ નવલકથાના નાયકની દ્રષ્ટિ અચળ થઇ તે દેખાવ શાના અને કેવા હશે વારૂ? તે પ્રભાવતીના ઓરડા હતા. આ સમયે તે અવ્યવસ્થિત રીતે શૂય્યા ઉપર પડી હતી અને તેણે પેાતાની આંખા બંધ કરી લીધી હતી. તેના કાળા કેશકલાપ વિખરાઇ જઇ તેના મસ્તકની આસપાસ પ્રસરી ગયેા હતેા. તેનાં વસ્ત્ર અવ્યવસ્થિત થવાથી વક્ષસ્થળને ભાગ ઉઘાડે! થએલા હતા. તેની પાસેજ તેની દાસી મધુરી બેઠી બેઠી તેને ધીમે ધીમે પવન નાંખતી હતી. ચેડા વખત પછી પ્રભાવતી ઉઠી. તેની હૃદયવ્યથા તેના મુખ ઉપર સ્પષ્ટપણે દેખાતી હતી. થાડાજ વખત પછી તેના રડવાના ધીમા અવાજ લલિતને સભળાવ્યા તેથી તે જરા ગુચવાયા. જેમ આ પ્રકાશમાં પારદર્શક શક્તિ ડાવાથી આથેના દેખાવ પાસેજ દેખાય, એવી અદ્ભુત કરામાત છે તેમ છેટે જે ભાષણ થાય છે તે, તે અદ્ભુત શક્તિના પ્રભાવે સંભળાશે કે નહિ, એવી તેને શંકા થઇ આવી. એટલામાં તે તેને વાતચત પણ સંભળાઇ r મધુરી ! મારી તમામ આશાએ ઇન્દ્રના ધનુષ્યની જેમ ઉત્પન્ન થઇ, પાષાઇ અને આખરે વિલય પણ પામી ગઇ. હવે મારૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034539
Book TitleLalitprabha Yane Ranvir Rajputono Rajyarang
Original Sutra AuthorN/A
AuthorUdaychand Lalchand Pandit
PublisherUdaychand Lalchand Pandit
Publication Year
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy