SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ વીજલ! આ અસહ્ય સંકટમાં તું મને એક ખરે મિત્ર મળે છે. તારા ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે. આ કામ હું તને રોપું છું. હવે તને એગ્ય લાગે તે કર. પણ જે જે બહુજ સાવચેત રહેજે ! ” “તેને માટે તમે જરાએ ચિંતા કરશે નાહ બનશે તે આજે જ અને નહીં તે આવતી કાલે તે હું મધુરીને જરૂર મળીશ. હવે હવે હું રજા લઉં છું.” એમ કહી વિજલ ત્યાંથી ચાલ્યો ગયો અને લલિત બીજા વિચારોમાં ગુંચવાયે. પ્રકરણ ૧૩ મું. અદ્દભુત ચમકાર, વિજલના ચાલી ગયા પછી લલિતે કાંઇ ખાવાને વિચાર કર્યો અને ખાવા બેઠો. તેનાથી કોઈ પણ ખાઈ શકાયું નહિ. તે એમને એમ પાછા ભાણ ઉપરથી ઉઠી ગયે. તેના ચિત્તની સ્થિતિ બહુજ વિચિત્ર થઈ હતી અને વીજલે દુર્જનસિંહની જે હકીકત કહી હતી તે વાત તેને બહુજ ચમત્કારિક લાગી હતી. દુર્જનસિંહ દૂર્ગમાં આવતાં જ સગકવચ અને શિરસ્ત્રાણ પછડાયાં, એ વાત તેને વિજલે કહી હતી અને તે હજુ પણ તેના હૃદયમાં રહી રહીને ઉદ્દભવતી હતી. આ કોઈક દેવી પ્રકાર છે અને થોડા દિવસ પહેલાં પિતે જે ચમકારિક બનાવે છે તેને આની સાથે જરૂર કોઈ ને કોઈ સંબંધ અવશ્ય છેજ, એમ તેને લાગવા માંડયું. એટલામાં તેને પ્રભાવતીનું સ્મરણ થઈ આવ્યું. ફરી વિચારોને પ્રવાહ બદલાયે. તેણે ઘણા વખત સુધી વિચારો કરવાથી હવે તેનું મસ્તક-મગજ-ભમવા લાગ્યું. તે કેચ ઉપર આવીને બેઠે અને બોલવા લાગે કે-“પ્રભા! તારી મુલાકાત થઈને મને જે સત્ય વાત સમજાશે તે ભારે દુઃખી ચિત્ત શાના થશે. ” ઉપરનું વાક્ય પૂરું થતાંજ એકાએક લલિતના ઓરડામાં વિજળીના જેવો સર્વત્ર પ્રકાશ થશે અને એક ક્ષણમાં જ તે પાછા હતે • ન હતો થઈ ગયો, આ વિચિત્ર પ્રકાર જોઈ લલિત જરા ચમક્યો. તેણે દીપક તરફ જોયું તો તેને જણાયું કે તે બહુજ ધીમે ધીમે બળતા હતા અને તેને પ્રકાશ પણ ઓછો થતો જતો હતો. થોડી જ વારમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034539
Book TitleLalitprabha Yane Ranvir Rajputono Rajyarang
Original Sutra AuthorN/A
AuthorUdaychand Lalchand Pandit
PublisherUdaychand Lalchand Pandit
Publication Year
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy