SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ વૃદ્ધ સરદાર સજન પિતાના શયનભુવનમાં નિદ્રાદેવીની ઉપાસના કરે પલંગ ઉપર પડ્યું હતું. કિટલામાં થનારા અપશુકનનું સ્પષ્ટીકરણ તેને તે વૃદ્ધ ચારણે કરી-કહી–બતાવ્યું હતું. સરદાર સજજન પાસેથી તે વૃદ્ધ ચારણના ચાલી ગયા પછી વાયુ અને વરસાદના તેફાનની શરૂઆત થઈ હતી. આથી સરદાર બહુજ આશ્ચર્યચકિત થયે. થોડા વખત પછી તે વૃદ્ધ ચારણે કહેલી હકીકતની અસર તેના હૃદય ઉપર થવા માંડી. તેના હૃદયમાં એક પછી એક એમ હજારો વિચાર આવવા લાગ્યા. તે એકાદ નિશાબાજ માણસની જેમ શયનભુવનમાં ફરવા લાગે. પ્રથમ તેના મનમાં રાજતંત્રની ખટપટને વિચારે આવવા લાગ્યા. તેમાં પિતાની અને પિતાના અનુયાયીઓની ધારણાઓ કેવી રીતે ધૂળમાં મળી ગઈ અને પરિણામે પિતાને દેશપારની સજા થઈ. આ બાબતમાં તેણે ઘણું વિચાર કર્યા. પછી અજયમાં આવ્યા પછી બનેલા બનાવોનું તે ક્રમે ક્રમે મરણ કરવા લાગ્યા. અજયદુર્ગમાં આવ્યા પહેલાં તેના સંબંધમાં સાંભળેલી અફવાઓ, કિરવામાં આવ્યા પછી પિતાને થયેલે માયાકારને ભાસ, દૂર્ગરક્ષક રણમલે કહી સંભવેલો પૂર્વવૃત્તાંત, સરદાર દુર્જનસિંહ કિરવામાં આવતાં જ થયેલ અદ્ભુત ચમત્કાર, પ્રભાવતી ઉપર આવેલી આફત, નવીન વર્ષને પ્રથમ દિવસેજ પિતે જેએલ ચમત્કારિક અને હૃદયભેદક દેખાવ, પિતાના પુત્ર અને કુમાર ચંદ્રસિંહનું ખૂન એટલા વિચાર તેના મગજમાં આવી ગયા પછી તે પોતાના પુત્રના ખૂનના સંબંધમાં વિચાર કરવા લાગ્યા. જેને આજસુધી પિતાના પુત્રની જેમ બલ્ક તેથી પણ વધારે ગણી પાલન-પોષણ કર્યું તેણેજ પ્રત્યક્ષ રીતે પિતાના હિતચિંતક અને પાલન કરનારને પુત્રનું–જો કે પિતાને સો ભાઇ નહીં તે પણ પિતાના ભાઈ જેવા જ ભાઈનું-ખૂન લલિતસિંહે કર્યું હશે કે નહિ? આ બાબતમાં તે બહુજ પુખ્ત અને ઉંડા વિચાર કરવા લાગ્યું. તેનું મન ડગમગવા લાગ્યું અને તેને અનેક પ્રકારની જુદી જુદી જાતની શંકાઓ આવવા લાગી. લલિતસિંહને પાપભી–ઉદાર સ્વભાવ તે જાતે હતે. કેટલીક વખત તેણે તેના પાપભીરૂ અને ઉદાર સ્વભાવની વારંવાર પ્રશંસા કરી હતી. તેને માટે તેણે પોતાના સમાવડીઆ સરદારેની સમક્ષ અભિમાન પણ દર્શાવ્યું હતું. એમ છતાં પણ આ સમયે લલિતસિંહ તેના મનમાંથી ઉતરી ગયે હતે-અવકૃપાને પાત્ર થયે હતો. લલિતસિંહની વ્યવસ્થા કરવાનું તમામ કામ તેણે દુર્જનસિંહને સોંપી દીધું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034539
Book TitleLalitprabha Yane Ranvir Rajputono Rajyarang
Original Sutra AuthorN/A
AuthorUdaychand Lalchand Pandit
PublisherUdaychand Lalchand Pandit
Publication Year
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy