SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ . ૧૨૭ તેટલા દીવસ તું ત્યાં રહેજે. ત્યાં તેને કોઈ જાતની ઓછાશ નહિ આવે.” “વજેસંદ ! હમણાં હું તારી સાથે આવત પણ અહીંથી તારી ગુફા બહુજ દૂર છે અને હું બહુ થાકી ગઈ છું. અત્યારે તે અહીં જ કયાંક ઝાડની નીચે પડી રહી રાત્રિ વીતાવી દઈએ.” “નહીં. આવી કકડતી પ્રાણહારક ટાઢમાં હું તને એકલીને જ અહીં છોડીને કોઈ કાળે જઈશ નહિ. આ વખતે જો તું ન આવી હતી તે હું બેશુદ્ધિમાને બેશુદ્ધિમાં અહીં ને અહીંજ પશે રહેતા અને આખરે મરી જાત, તેં આજે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. તે મને મરતાને બચાવ્યો છે. મારી ગુફા અહીંથી બહુ દૂર છે અથવા તે તું બહુજ થાકી ગઈ છે, એ શંકા નકામી છે.” એમ કહી તેણે પિતાના પાસેનું શીંગડું જોરથી કુછ્યું ક્ષણને માટે તે શીંગડાને અવાજ મેઘના ગગડાટ સાથે હરિફાઈ કરતા હોય તેમ તે પર્વતપ્રદેશમાં પ્રતિધ્વનિત થયે. બે ત્રણ વાર તેણે તેમ કર્યું, એટલે તેને ભડકેલો ઘેડે પણ તેની પાસે આવી પહોંચે. તેને પિતાની પાસે આવેલ જેમાં તે બે –“ દીકરા ! શું તું મેઘના ગગડાટથી ગભરાઈ ગયા ?” એમ કહી તેણે તેની પીઠ ઉપર હાથ ફેર વ્યો. ફરી તેને ઉદ્દેશીને બોલ્ય“ આજે તે મને પછાડશે તેની તને હું સખત સજા કરું છું અને તારી પીઠ ઉપર એકને બદલે બે જણનો ભાર મૂકું છું. એ દયાળ ડેસી! ચાલ, આવ અને મારી પાછળ ચઢી બેસ. જોત જોતામાં તે આપણે સિંહગુફામાં જઈ પહોંચીશું.” તે ડોસીએ વજેસંધના કહેવા પ્રમાણે કર્યું અને થોડી જ વારમાં તે બન્ને સિંહગુફાના દરવાજે આવી પહોંચ્યા. પ્રથમ વજેસં તે ગુફામાં પ્રવેશ કર્યો અને તેની પાછળ પાછળ તે વૃદ્ધા વનચરીએ પણ સિંહગુફામાં પ્રવેશ કર્યો. પ્રકરણ ર૬ મું. સજજનનું સંતપ્ત હૃદય. મધ્યરાત્રિને સમય થઈ ગયો હતો. વાયુ અને વરસાદનું તેફાન બંધ થઈ ગયું હતું. વરસાદ ઝીણે ઝીણે વરસત હતું. વચમાં વચમાં વિકલતાને ચમકવાથી પ્રકાશ દેખાતું હતું. આવા વખતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034539
Book TitleLalitprabha Yane Ranvir Rajputono Rajyarang
Original Sutra AuthorN/A
AuthorUdaychand Lalchand Pandit
PublisherUdaychand Lalchand Pandit
Publication Year
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy