SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ માગે થઈ સદેવાળ જવાના માર્ગને ઓળંગી માંડવીની પોળ સામે આવી પહોંચવું. પૂર્વકાળે કુમારવાડે ને ગંધરકવાડે મહત્તા ધરાવતા હશે; પણ આજે તે ત્યાં જૈન વસ્તી વિખરાયેલી ને છુટી છવાઈ છે. જનતની વસ્તી વધુ છે. માંડવીની પોળમાં નં. ૪૪ વાળા કુંથુંનાથજીના દર્શન કરવા, નાનકડા દહેરાની સ્વચ્છતા ને નિવૃત્તિજનકતા અજબ છે. વ્યવસ્થા માસ્તર દીપચંદ પાનાચંદ હસ્તક છે. જે નજીકમાંજ રહે છે. આગળ જતાં નં. ૫ વાળું આદિશ્વરજીનું મંદિર આવે છે. આ પુરાણું સ્થાન છે. દેખરેખ ભાયચંદ કસળચંદવાળા. હસ્તક છે. અહીંથી પાછળના માર્ગે થઈ, સરકારી ગુજરાતી સ્કુલ આગળ નિકળી, ઉત્તરના માર્ગે આગળ વધી આળીપાડામાં જવું. ખૂણામાં નં. ૪૬ વાળું દેરાસર વિશાળ બાંધણુવાળું આવ્યું છે જેમાં શ્રી શાન્તીનાથજી તથા સુપાર્શ્વનાથજી મૂળ નાયકવાળાં જોડાજોડ બે દહેરાં છે; શાંતિનાથજીવાળું દહેરે વિશેષ પહેલું છે. રંગમંડપને ભાગ પ્રાચીન કારીગરીને ખ્યાલ આપે છે, વ્યવસ્થા. શા. બકોરદાસ પીતાંબરદાસ હસ્તક છે. તેઓ નજીકમાં રહે છે.. સામે પોરવાડ જ્ઞાતિની ઘર્મશાળા આવેલી છે. આળીપાડામાંથી નિકળી ત્રણ દરવાજા તરફ પાછા ફરતાં, ગુજરાતી મુખ્ય નિશાળ છેડી આગળ આવતાં, માંડવીની પોળ, સામે કડાકોટડીને લતે આવે છે તેમાં દાખલ થઈ ડાબા હાથે. વળતાં નં. ૪૭ વાળું શાંતીનાથજીનુ દહેરું આવે છે; રંગમંડપની. કારીગરી જૂના સમયની કળાનો ખ્યાલ આપે છે; બાકી સ્થિતિ જીર્ણ બનતી જાય છે. ત્યાંથી ઉતરી બારીમાં થઈ બહાર નિકળતાં નં. ૪૮ વાળું પદ્મપ્રભુનું દહેરું આપે છે. અહીં પણ રંગમંડપની. કારીગરી જુની સ્મૃતિ તાજી કરાવે છે. ઉભય દેરાસરની વ્યવસ્થા, પુરશોતમદાસ સોમચંદ નામે ઉમંગી યુવક હસ્તક હતી, પણ તે ભાઈ હાલ બહારગામ રહેતા હોવાથી નજીકના ઘરમાં દેરાસરની
SR No.034536
Book TitleKhambatno Itihas Ane Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorStambhatirth Jain Mandal
PublisherStambhatirth Jain Mandal
Publication Year1984
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy