SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ મૂર્તિની વંદના કરી દરવાજા બહાર નિકળી જમણા હાથે ચેડું ચાલી ચોળાવાડા નામની પિળમાં જવું. અહીં સુમતિનાથ પ્રભુનો, ચોમુખી દશા સૂચક, ત્રિગઢને ખ્યાલ આપતો કોરવાડે દેખાવ નિરખી, દર્શન કરી પાછા ફરવું. નં. ૩૮ ની દેખરેખ નેમચંદ સકળચંદના પુત્ર હસ્તક છે. જે સાગટાપાડામાં રહે છે. જ્યારે નં. ૪૦ ની સંભાળ એજ ખડકીમાં વસતા વજેચંદ ખીમચંદને પોપટલાલ પાનાચંદવાળા રાખે છે. પાછા ફરી, બજારના માર્ગને ઓળંગી, તારાચંદ ખીમ ચંદની દુકન આગળથી વાંક લઈ વાઘમાસીની ખડકીમાં નં. ૪૧ વાળા સંભવનાથના દહેરે જવું. દહેરું વિશાળ તેમજ ભમતી અને ભેંયરાવાળું ઉભી બાંધણીનું છે. બાજુના ગોખલામાં બે ધાતુના મોટા કદના કાઉસગી મુદ્રાવાળા બિંબે છે. આ દહેરે આયંબિલની હોળી વેળા સ્ત્રીવૃંદ એકત્ર થઈ નવપદજીની આરાધના ભાવપૂર્વક ધરે છે. ભોંયરામાં વિશાળ કદના ત્રણ બિબો છે. વ્યવસ્થા જેનશાળા કમિટી હસ્તક છે. ખડકી બહાર નિકળતાં સામે નં. ૪ર વાળો શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથને પ્રાસાદ છે. મુર્તિ પુરાણું છે. દેખરેખ નજીકમાં વસતા છોટાલાલ સકળચંદ રાખે છે. ત્યાંથી પાછા ફરી બજારના મુળ રસ્તા પર, ઉત્તર દિશામાં આગળ જતાં ડાબા હાથ પર શેરડીવાળાની પોળ આવે છે. ત્યાં વાસુપૂજ્ય સ્વામીનું ઘર દેરાસર, હકમચંદ સકકળચંદનું છે તે જુહારી પાછા વળવું. આ પોળમાં સુવિધિનાથનું દહેરું હોવા સંબંધી પ્રાચીન લેખોમાં ઉલ્લેખ છે છતાં આજે તે દહેરૂં નથી. બજારના માર્ગો ચિતારી ઢાળે સીધા આગળ વધતાં કુમારવાડે ડાબા હાથ પર આવે છે. તેમાં દાખલ થઈ નં. ૪૩ વાળા શ્રી શીતળજિનને જુહારવા. એનો વહીવટ મોહનભાઈ પોપટચંદ હસ્તક છે જેઓ એ પિળમાંજ રહે છે. વાંક લેતાં ત્યાંથી આગળ વળી ગંધરકવાડામાં પહોંચવું. અત્રે શાન્તીનાથનું ઘર દેરાસર છે તે જુહારી, પાછળના Shree Sud armaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034536
Book TitleKhambatno Itihas Ane Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorStambhatirth Jain Mandal
PublisherStambhatirth Jain Mandal
Publication Year1984
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy