SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ કાંતિપુરમાંના આ બિંબને ઉપાડી લઈ ખંભાત નગર પાસે આવેલી સેઢી નદીના કાંઠા ઉપર એક ગુપ્ત સ્થાનકે રાખી આરાધના કરવા પૂર્વક તેની સાધના કરવા લાગ્યો. શેઢી નદીએથી આ વિલક્ષણ પ્રતિમા ખંભાત આવી તેને લગતે ઈતિહાસ જરા લાંબે છે. વિદ્વાન સૂરિ મહારાજ અભયદેવના સમયમાં આગમનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધુવર્ગના મોટા ભાગને કષ્ટસાધ્ય થઈ પડયું; કેમકે માત્ર બેજ અંગ પર ટીકા થયેલી ને બાકીના નવ સમજવા કઠીણ થઈ પડેલા. તે પર ટીકા રચાવાની અગત્ય હતી છતાં એ કામ ઉપાડે કોણ? એ ગહન પ્રશ્ન હતો. ઘણાની નજર અભયદેવસૂરિ પ્રતિ વળતી; છતાં નિશ્ચયપૂર્વક ભલામણ કરી શકાય પણ કેવી રીતે ? દૈવકૃપાએ એને તેડ આણ્યો. મધ્યરાત્રે શાસનદેવીએ એ સૂરિપુંગવને એ સંબંધી વાત કરી; પણ આવી ગંભીર જવાબદારી ઉપાડતાં સૂરિના પગ પાછા પડયા. દેવીએ -ગુંચવાઈ ગયેલા નવ સુતરના કકડા ઉકેલવા સૂરિને આપ્યા. મહા મુશીબતે સૂરિએ એ ગુંચ ઉકેલી. દેવીએ હર્ષ પામતાં કહ્યું, આચાર્ય શ્રી ! આપ જરૂર નવ અંગની ટીકા કરી શકશો, નવ કાકડા ઉકેલવામાં એને મર્મ સમાય છે. સરિએ દેવીના આગ્રહથી કામ ઉપાડયું; પણ ટીકા રચવાના કામ તે હેલાં હેય ખરાં? શાસ્ત્રકારના વચનને જરા પણ ક્ષતિ પહોંચાડ્યા સિવાય એનું રહસ્ય સરળ ભાષામાં મૂકવું એ પ્રખર વ્યક્તિ સિવાય બીજાથી નજ બને. એ વ્યવસાયમાં સદાલીન રહેવાથી સૂરિની તબિયત લથડી ગઈ, અંગે કર્મવશાત કુષ્ટરોગ ફૂટી નીકલ્યો, આમ અચાનક વિઘ ઉદભવ્યું. જનતાને મોઢે કંઈ તાળું છે? કેઈએ પ્રમાદ કરવાથી આમ બન્યાનું કહ્યું, તો કોઈએ દેવ રૂક્યા તેથી રેગ ઉપજવાના દોષનો ટોપલો એમના શીરે ધ. સમજુ તો કર્મના પ્રપંચ વિચારી મૌન રહ્યા; છતાં સૂરિનું હૃદય કેમ શાંતિ ધરે. વ્યાધિથી ન ગભરાયા પણ શાસન પર આક્ષેપ થાય એ કેમ સહ્યું જાય ! અનશન કરવા તત્પર થયા. શાસનદેવીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034536
Book TitleKhambatno Itihas Ane Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorStambhatirth Jain Mandal
PublisherStambhatirth Jain Mandal
Publication Year1984
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy