SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦૦ મણ ગુલાબજળની ખરીદી કરી. અકબરશાહે પહેલવહેલો દરીઓ જોઈ એક વહાણમાં બેસી આ દરીઆની સફર કરી હતી. જહાંગીરે પણ ખંભાત દરીયાની સહેલ કરી સુલતાન અહમદશાહના બાગમાં બાર દિવસ રહ્યો હતો. શાહજહાંના વખતમાં “અલી અકબર' જે ખંભાતને વતની હતા તે વહાણ બાંધીને વેપાર કરતે હતો. ખાદી નિબંધના પૃ. ૨૦૧ પર નીચેના ઉલ્લેખ છે. હલકામાં હલકી જાતથી માંડીને ઉંચામાં ઉંચી જાતનું કાપડ ખંભાતના કારીગરે બનાવતા હતા, શઢના કાપડથી માંડી બારીક મલમલે અને ઉડીને આંખે વળગે એવી રંગબેરંગી છીંટ સસ્તે ભાવે અહીં મળતી; આ વો ઉપરાન્ત વિવિધ રંગની સૂજનીઓ, રજાઈઓ, જાજમ, શેત્રુંજીઓ અને પાટી વગેરે પણ બનતાં. ગોવા અને મલબારના બીજા બંદરેથી બસોથી અઢીસે વહાણનો કાફલો દરવર્ષે આ કાપડ ખરીદવા પિોર્ટુગીઝની સરદારી અને રક્ષણ હેઠળ ખંભાત આવતા અને યુરોપ તેમજ અન્ય દેશો માટે જરૂરી કાપડ મોટા જથ્થામાં ખરીદી પાછો જતો હતે. લીન્સ કોટન, પીરાઈ, ટેવરનીયર આદિ લેખાએ ખંભાતના ધીકતા કાપડના ઉદ્યોગનું વર્ણન પિતાની નોંધપોથીમાં કર્યું છે. કેપટન હેમીલ્ટન તે કહે છે કે ખંભાતનું ભરતકામ હિંદમાં તે શું, પરંતુ આખી દુનીયામાં પણ સરસ હતું. ખંભાતમાં ઘણા આરબ અને ઈરાની વેપારીઓ હતા, તેમની બંધાવેલ મજીદો આજે પણ જોવા જેવી છે. ખંભાત એ હિન્દમાં પહેલી પંક્તિનું બંદર હતું ત્યાંના વહાણે કરે અને પેકીંગ વચ્ચેના બધા બંદરેએ સફર કરતા હતા. હજી પણ ખંભાતમાં હજાર સાથે ચાલે છે, પણ હવે એ 3 સાળ પર બાફતા વણાતું નથીઆજે તે પરદેશી સૂતર વણાય છે,
SR No.034536
Book TitleKhambatno Itihas Ane Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorStambhatirth Jain Mandal
PublisherStambhatirth Jain Mandal
Publication Year1984
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy