SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર. 0 રાજાઓના શમા સિકાથી સોલંકી રાજાઓના સમયમાં ખંભાત એ વેપારનું કેન્દ્ર હતું; એની ખરેખરી જાહેજલાલી દશમા સૈકાથી શરૂ થઈ સોળમી સદી સુધી ચાલી અને પછી પણ બે સૈકા સુધી તે ભાંગવા છતાં પણ પોતાનો વેપાર જાળવી રહ્યું. ત્યાર પછી તેની પડતી શરૂ થઈ છે, જે હજી ચાલુજ છે. તાં પણ પતિ ખંભાતનું નામ પરદેશમાં એટલું તો મશહુર હતું કે પરદેશીઓ સુલતાન બહાદુરશાહને ખંભાતના રાજા તરીકે ઓળખતા; સોળમી સદીમાં ઈગ્લાંડની ઇલીઝાબેથ રાણીએ અકબરને લખેલા પત્રમાં તેણીએ ખંભાતના બાદશાહ” તરીકે તેને સંબોધેલ છે. તે વેળા ખંભાત “દુનીયાનું વસ્ત્ર” ગણાતું. અઢારમી સદીમાં અને તેના અંત સુધી ખંભાતે સર્વથી વધારે યુરોપીયન મુસાફરેનું ધ્યાન ખેંચ્યું છે. ઈ. સ. ૧૫૦૩ માં વેરથમા નામે મુસાફર લખે છે કે ખંભાતથી ચેવલના કિનારા સુધી ગુજરાતની સત્તા હતી. ખંભાતના જે વણકે ચેવલ વેપારાર્થે ગયેલા તે આજે પણ ચેઉલી' તરીકે ઓળખાય છે. પંદરમી સદીની શરૂઆતથી નૌકાયુદ્ધમાં ઉતરવાના સોગ ઉત્પન્ન થયા. આ લડાઈઓ ખંભાતના અને તેના તાબાના બંદરમાં નૌકાસૈન્યની લડાઈને નામે પોર્ટુગીઝ હેવાલમાં છે. સુલતાન બહાદુરશાહે ખંભાત અને દીવ વચ્ચે મુસાફરી કરી હતી, તેનો ઉલ્લેખ તારીખે બહાદુરશાહીને કર્તા જે ખંભાતને દગો (Customs officer) હવે તેણે પોતે નજરે જેએલી હતી. તે લખે છે કે નવી બંધાયેલી મનવારે જોવા બાદશાહ બહાદુરશાહ ગયો હતો, ઈ. સ. ૧૫૩૨ હીજરી ૯૩૭ ના મહોરમની ૨૦ - મી તારીખે બહાદુરશાહ ખંભાતથી વહાણમાં બેસી દીવ ગયો અને Shree Suanàrmaswami yanbhandar-Umara, surat * www.umaragyanbhändar.com
SR No.034536
Book TitleKhambatno Itihas Ane Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorStambhatirth Jain Mandal
PublisherStambhatirth Jain Mandal
Publication Year1984
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy