SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ આફ્રીકામાં; ઘઉં એ મલબાર, અને આફ્રીકામાં; કઠોળ અને તલ એ મલબારમાં, રૂ એ મલબાર અને અરબસ્તાનમાં; સુંઠ અને મરી ઈરાનમાં, અફીણ એ ઈરાન, મલબાર, પેગુ અને મલાક્કામાં; લાહેર, આગ્રા, સરખેજ અને નડિઆદથી આવેલ ગળી એ કોંક ના બંદરમાં; ઘોડા એ મલબાર અને કેકણમાં અકીકના ઘરેણાં એ મલબાર, અરબસ્તાન, રાતા સમુદ્રના પ્રદેશો અને આફ્રિકાના પૂર્વ પ્રદેશોમાં. આ ઉપરાન્ત સુતર, રેશમી અને સુતરાઉ કાપડ, કામળી, શેત્રુજીએ, પેટી, પલંગ, સુંઠ, હરડાં, બેરડાં, ચરગખાર, ખાંડ હીંગ, પાઘડી, ખરાદી કામ અને હાથીદાંતનાં રમકડાં ખંભાતથી બધા દેશોમાં જતાં. આ બધામાં સુતરાઉ કાપડ એટલું બધું ચઢતું હતું કે તે વખતે ખંભાતને “આખી દુનીયાનું વસ્ત્ર’ કહેતા હતા. ખંભાતના વેપારીઓમાં હિન્દુ અને મુસલમાન હતા. હિન્દુ વેપારીઓની આડત ઘણા મુલકમાં હતી; આ ઉપરાંત કેટલાએક દાભોલ, કોચીન અને કલીકટમાં આચાર વિચાર પાળીને એક જથે રહેતા; મુસલમાન વેપારીઓમાંના કેટલાએકે ખંભાતમાં વતન કર્યું અને કેટલાક વેપાર માટે પ્રસંગોપાત આવતા. ફીરંગી અને યુરોપીયન વેપારી પણ આવતા. માલ વેચવા ખરીદવામાં દલાલની જરૂર પડતી; આ દલાલે વાણીયા હતા અને તેમની શાખ સારી હતી. સોળમી સદીમાં અમદાવાદથી કીનખાબ અને રેશમી તેમજ સુતરાઉ કાપડ ખંભાત આવતું. અને ત્યાંથી વહાણોમાં કેરા અને પિકીંગ વચ્ચેના બંદરે જતાં. આફ્રીકાના બંદરમાં આ સુતરાઉ કાપડનો એટલો બધો ખપ હતો કે તેની જેટલી કિંમત થતી તેટલી સેનામાં આપવામાં આવતી. કાપડ ઉપરાત માળવાનું અરીષ, મળી, ઘઉં, તમાકુ આદિ પણ બહારના મુલકમાં જતાં
SR No.034536
Book TitleKhambatno Itihas Ane Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorStambhatirth Jain Mandal
PublisherStambhatirth Jain Mandal
Publication Year1984
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy