SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ અધિક વામાં આવે એ ગાય અલંકાર છે. સર્વસ્વકાર આ પ્રમાણે લખે છે – ગાશયાત્રાળનાકુથપધિવા” આધાર આધેયની વિરૂપતા અર્થાત્ આશ્રયથી આશ્રયી અધિક હેય એ બધા માર છે. યથા. જગ્ન આદિના જલમાં, બુદબુદ સમ બ્રહ્માંડ વિલોકાયે, એ જલમાંહિ આજે, સુયશ તાહરે મહિપ નહી માયે. આહીં સંસારની આદિના જળરૂપ આશ્રય બ્રહ્માંડરૂપ આઝથીથી અધિક છે, અને જગ્નઆદિના જળરૂપ આશ્રયથી મહિપતિના સુયશરૂપ આશ્રયી અધિક છે. રૂટ આ પ્રમાણે કહે છે – " यत्रान्योन्यविरुद्धं, विरुद्धबलवक्रियाप्रसिद्ध वा। वस्तुद्रयमकस्माज्जायत इति तद्भवत्यधिकम् ॥ જ્યાં આપસમાં વિરૂદ્ધ અથવા વિરૂદ્ધ બલવાન ક્રિયા કરીને પ્રસિદ્ધ એવી બે વસ્તુ એકથી ઉત્પન્ન થાય ત્યાં અધિક અલંકાર થાય છે. યથા. જવલત અનલ ઘન જલ આ, વરસે છે એ ઉર અચરજ આણે ઉદ્દભવ છે ઉદધિથી, વિષ અમૃતને જાહિર સહુ જાણે. અહીં જવલત્ અનલથી વિદ્યુતની વિવક્ષા છે, અનલ અને જલ આપસમાં સ્વભાવથી વિરોધી છે, અનલ જલને નષ્ટ કરવાવાળે છે, અને જલ અનલને નષ્ટ કરવાવાળું છે. એનું એક મેઘથી ઉત્પન્ન થવું એ આધિકય છે, અર્થાત્ વિલક્ષણતા છે. વિષ અને અમૃત મારવા જીવાડવાની વિરૂદ્ધ ક્રિયા કરવાવાળાં બંનેની એક સમુદ્રથી ઉત્પત્તિ એ આધિકય અર્થાત્ વિલક્ષણતા છે, વિષ અમૃત અનલ જલની પેઠે આપસમાં વિરૂદ્ધ નથી પણ એની મારવા જીવાડવાની ક્રિયા આપસમાં વિરુદ્ધ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy