SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દસતિએ. ३ काकुविशेष व्यंग्य. યથા. ચમકી રહી છે ચપળા, ડરામણા ઘન ગાજે દિનરાત; શું કરવાને હમણા, પ્યારા ! કરવી પ્રયાણની વાત. આહીં પ્રયાણુની વાત હમણા ચલાવે નહિ એ વ્યંગ્ય છે. ४ वाक्यविशेष व्यंग्य. યથા, એક ટંકે મુજ હારે, પ્રથમ ખાસ રૂચિપૂર્વક ખેંચાતાં; હારવાળી હું છું પણુ, હવે હું ભણી દ્રગ નથિ દેખાતાં. ૧૦૩ આહીં પ્રથમ અને હવે એ વચનાથી કાઇ નાયિકા નાયકને કહે છે કે જ્યાંસુધી મારા હારમાં સખીનું પ્રતિબિમ્બ પડતુ હતું ત્યાંસુધી તમારી નજર હાર ભણી ખેંચાણી હતી. જો કે એ હાર મે હજી પણ પહેરેલા છે છતાં સખી નહી હોવાથી હવે તમે મારાભણી શા માટે જીએ ! એ વ્યંગ્ય પ્રકટ થાય છે. वाच्यविशेष व्यंग्य. યથા. વિશ્વ બધુ જે વિધિને, વિષ્ણુધ કહે છે વિનાદભર વેણે; રાહુની રમણીના, કુચની રચના કરેલ છે એણે. આહીં રાહુને હાથ ન હેાવાથી તેની સ્ત્રીના કુચની રચના નિપ્રત્યેાજન છે, એથી વિધાતાની અજ્ઞતારૂપ વ્યંગ્ય પ્રકટ થાય છે. જ્યાં એક અથમાંથી બીજો અથ નીકળે એ વાચ્યવિશેષ કહેવાય. જેમકે વિષ્ણુધમાંથી અજ્ઞ એવા અર્થે નીકળ્યેા. अन्यसन्निधिविशेषव्यंग्य. યથા. એક બાજુ ઉભેલ, જ્યાતિમય હરિને જોઇ; સાને ઉંચે સ્વરે, કહે છે કામિની કાઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy