________________
ગુજરાતી અનુવાદ
(૧) અરિહંતોને નમસ્કાર, સિદ્ધોને નમસ્કાર, ઐર (એલ ) મહારાજ, મહામેધવાહન (મહેદ્ર) ચેદિરાજ-વંશવધન, પ્રશસ્ત લક્ષણવાળા, ચારે દિશાઓમાં ફેલાયેલા ગુણવાળા, કલિંગાધિપતિ શ્રી ખારવેલે
(૨) પંદર વર્ષ, ગૌરવર્ણવાળા શરીરથી બાળક્રિડામાં વીતાવ્યાં. તે પછી લેખ્ય (સરકારી આશાપત્રિકા) રૂ૫ (ટેકશાળ ) ગણના (સરકારી મહેસુલની આવક તથા ખર્ચ) કાયદાકાનૂન (વહેવાર) અને ધર્મ( વિધિ, શાસ્ત્રોમાં વિશારદ બની, સર્વ વિદ્યાદાત (સર્વ વિદ્યામાં પારંગતતા પ્રાપ્ત કરી) યુવરાજપને વિષે નવ વર્ષ લગી શાસન કર્યું. પછી જ્યારે વીસ વર્ષ પૂરાં થયાં ત્યારે, નાનપણથી જ જે વર્ધમાન છે, અભિવિજ્યમાં વેનરાજા સમાન છે તેમને ત્રીજા
(૩) પુરૂષયુગમાં (ત્રીજી પેઢીએ) કલિંગના રાજવંશમાં મહારાજ્યાભિષેક થયે. અભિષેક પછી પ્રથમ (રાજ્ય) વર્ષમાં, ઝંઝાવાતથી પડી ગએલા (રાજધાનીના) કીલ્લા, દરવાજા વિગેરે સમરાવ્યા. કલિંગનગરી(રાજધાની)માં ઋષિ ખિવીરના તળાવ-નવાણના પાળા બંધાવ્યા. બધા બગીચાના પુનરૂદ્ધાર કર્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com