SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૮ ] કલિંગનું યુદ્ધ યાને મહામેધવાહન મહારાજ ખારવેલ, કલિંગની સ્વતંત્રતા અને કલિંગને વૈભવ, કલિંગની અસ્મિતા અને કલિંગની પ્રતિષ્ઠામાં જ કલિંગની ખરી ધર્મસાધના, પુરુષાર્થ તથા પ્રતાપ છેઃ નિથ મુનિના મુખથી નિઝરતી એ વાણી આ યુવાન રાજ રાજ પીએ છે; રાજ રાજ પીવા છતાં પણ અતૃપ્ત જ રહે છે. ધર્મગુરુના સહવાસમાં દિવસના ઘણાખરા સમય વ્યતીત કરનાર આ યુવાન વારંવાર જૂના ખડિયેરા, પડી ગયેલા છીલ્લા અને સુકાઇ ગયેલી નહેરના કાંઠા ઉપર શા સારુ ભમતા હશે, તે કલિંગવાસીઓમાંથી ભાગ્યે જ કાઇક સમજે છે. ખરેખર જો એ વીતરાગતાની સાધના કરતા હાય તા પછી આવી સ્થૂલ-દુન્યવી વસ્તુઓ પ્રત્યેના એના મેા છેક ઊડી જવા જોઇએ. અને આ મૃત દેહ જેવા પુરાણાં અવશેષામાં એવુ' તે શું છે કે જે એને મંત્રમુગ્ધ બનાવી દે છે? એ યુવાનનું નામ ભિખ્ખુરાજ છે. વૃદ્ધ, અશક્ત પિતાને આ પુત્ર, વમાનને વીસરી માત્ર ભૂતકાળ અને ભવિષ્યકાળની સૃષ્ટિમાં વિહરતા આ યુવાન સર્વ રીતે ભિખ્ખુ જ બનવાને નિર્માયા હતા. સારા ગુરૂના એની ઉપર સ્નેહાભિષેક ન થયેા હાત તા કદાચ ભિખ્ખુના સંધમાં ભળી જતે કચારના ચે ભૂલાઇ ગયે! હાત. જે પરિષહા વેઠવા તૈયાર છે, દુ:ખ કે યંત્રણામાત્રને, સામે જઇને પડકાર કરવા જેટલેા ઉલ્લાસ અનુભવે છે, મહેલે। અને ઉદ્યાનેા કરતાં પણુ પર્વતની ગુએ અને નિર્જન અરણ્યામાં જેના સાચા આનંદ સમાયેા છે તે, ભિખ્ખુંસધમાં પ્રવેશી યથાર્થ ભિખ્ખુરાજ ન બને તે બીજું શું કરે? પણ એના ગુરૂએ જ એને એ માર્ગે જતા વાર્યાં. એમને લાગ્યું કે કલિંગને આ યુવાન. એક દિવસે માતૃભૂમિ-કલિંગને ઉદ્દાર કરશે. રાજમુકુટ પહેરવા છતાં આ યુવાન અંતરથી ખરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034531
Book TitleKaling Chakravarti Maharaja Kharwel
Original Sutra AuthorN/A
AuthorKashiprasad Jaiswal
PublisherZZZ Unknown
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy