________________
૫૮
છે. દેવ-મનુષ્ય-તિર્યંચ અને નારક-આ ચાર ગતિનું નામ સંસાર છે. કર્મબદ્ધાવસ્થાના કારણે જીવ આ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. સંસારી જીવના મુખ્ય બે ભેદો છે–૧ રસ અને સ્થાવર, ૨ સ્થાવરના પાંચ ભેદે છે–૧ પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય. આ પાંચ પ્રકારના છ એકેન્દ્રિયવાળા-ત્વગિન્દ્રિયવાળા–હોય છે. આના પણ બે ભેદ છે. સૂક્ષ્મ અને બાદર, સૂક્ષ્મ જીવે સમસ્ત લોકથી વ્યાપ્ત રહેલા છે. સમસ્તકાકાશ એવા જીથી પરિપૂર્ણ છે.
ત્રસ જીવમાં બેઈદ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિયને સમાવેશ થાય છે. આ જ હાલવા-ચાલવાની કિયા કરતા હોવાથી “ત્રસ” કહેવાય છે. પંચેન્દ્રિય જીવોના ચાર વર્ગ છે. નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવતા. નારક સાત છે, માટે નારકીના જીવોના વર્ગ પણ સાત છે. તિર્યંચના પાંચ વર્ગ છે. જળચર, સ્થળચર, બેચર, ઉરપરિસર્ષ અને ભુજપરિસર્ષ. મનુષ્યના ત્રણ વર્ગ છે. કર્મભૂમિજ, અકર્મભૂમિજ અને અંતદ્વીપજ. દેવતાના ચાર વર્ગ છે. ભવનપતિ, વ્યંતર, તિષ્ક અને વૈમાનિક
આમ સંસારી જીવોના અનેક ભેદાનભેદ બતાવવામાં આવ્યા છે. જીવોની સૂક્ષ્મતા, જીવોની શક્તિઓ અને જીવોની ક્ષિાઓ જેમ જેમ વિજ્ઞાનને વિકાસ થતો જાય છે, તેમ લેકેના જાણવામાં વધારે આવતી જાય છે. જેના સંબં ધમાં જૈનશાસ્ત્રોમાં ઘણું બારીકાઈથી વર્ણન કરવામાં આવ્યું
છે, અને તે વિજ્ઞાનની સાથે મળતું આવે છે. જેની સૂકમ- તાના સંબંધમાં જૈનશામાં જે વર્ણન છે તે વાંચતાં લોકો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com