________________
૫૭
દ્રવ્યાનુયેાગમાં ઉપર કહ્યા પ્રમાણે દ્રન્યાની વ્યાખ્યા પદાથૈર્થાંની સિદ્ધિ-બતાવવામાં આવી છે, ગણિતાનુયાગમાં ગ્રહ, નક્ષત્ર, તારા, પૃથ્વીનાં ક્ષેત્રે વિગેરે સંબંધી વર્ણન છે, ચરણકરણાનુયાગમાં ચારિત્ર-આચાર-વિચાર વિગેરેનું વર્ણન છે, જયારે કથાનુયોગમાં મહાપુરૂષોનાં ચરિત્ર વિગેરે છે. સમગ્ર જૈન સાહિત્ય-જૈન આગમ-આ ચાર વિભાગમાં વિભક્ત છે. આની વ્યાખ્યા–વિવેચન પણુ આવશ્યકીય છે; પરન્તુ નિબધ ટૂંકમાં જ પતાવવાના હાઇ તે વિવેચન મૂકી દેવામાં આવે છે અને અનુરોધ કરવામાં આવે છે કે ઉપર્યુકત છ દ્રબ્યા વિગેરેનુ વિસ્તારથી વિવેચન જોવાની અભિલાષા ધરાવનારાઓએ, સમ તિતર્જ, નારાવતાાિ એવ' ભગવતી આદિ ગ્રંથામાં જોવું. નવ તત્ત્વ
જૈનશાસ્ત્રોમાં નવ તત્ત્વા માનવામાં આવેલ છે. તેનાં નામેા આ છે:-૧ જીવ, ૨ અજીવ, ૩ પુણ્ય, ૪ પાપ, ૫ આશ્રય, ૬ સવર, ૭ મધ, ૮ નિર્જરા અને ૯ મેાક્ષ.
૧ જીવ—જીવનું લક્ષણ ચેતનાત્તક્ષો નીવ: એમ કહી શકાય. જેમાં ચૈતન્ય છે એ જીવ છે. આ જીવના મુખ્ય એ ભેદો છે. ૧ સ`સારી અને ૨ મુક્ત. મુક્ત તે છે કે જેઓએ સમસ્ત કર્મોના ક્ષય કરી સિદ્ધ-નિરંજન-પરબ્રહ્મસ્વરૂપને પ્રાપ્ત કર્યું છે. ખીજા શબ્દોમાં કહીએ તે જે મેક્ષમાં ગયેલા અથવા પરમાત્માસ્વરૂપને પ્રાપ્ત થયેલા. આ સંબંધી વર્ણન પ્રાર લમાં ઈશ્વરના પ્રકરણમાં કરવામાં આવ્યું છે.
.
હવે રહ્યા સ‘સારી, કર્મથી અધાયેલી-કમંયુક્ત દશાને ભાગવતા તે સ’સારીજીવા છે.સ'સાર એ ચાર ગતિનું નામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com