SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨ ) એ હનુમતરાવ નામના પોતાના એક કુટુંબના પુત્ર ભાગીરથીરાવને દત્તક લઈ તેમનું નામ જયાજીરાવ એવું પાડી ગાદી ઉપર બેસાડ્યા. બ્રિટિશ સરકારે તેમનું દત્તકપણું કબુલ રાખ્યું. આ વખત જયાજીરાવની ઉમર ૯ વરસની હતી તેથી મામા સાહેબ (મરનાર જ કોછરાવના મામા ) નામના એક ઉમરાવને દિવાનગીરી આપી. આ દિવાને ઈગ્રેજી રેસીડેન્ટની સલાહ પ્રમાણે રાજકારભાર કરે એમ ઠરાવ હતો. થોડી મુદતમાં ગ્વાલિઅરના દરબારમાં અનેક જાતની ખટપટો ચાલવા માંડી. રાજસત્તાના લેભી પુરૂષ તથા મહારાણુ તારાબાઈ પોતે સર્વ પ્રકારે મામા સાહેબને નડવા લાગ્યાજેથી તે બીચારો પોતાના ત્રણ માસના કારભારમાં કંટાળી ગયે, તથા તે પોતાનો જીવ લઇને અંગ્રેજી મુલકમાં જતો રહ્યો. મામા સાહેબની જગોએ દાદા ખાસછવાલા નામના પુરુષને દિવાનગીરી મળી. તે ઈગ્રેજ રેસીડેન્ટની સલાહ પ્રમાણે બરોબર ચાલતો હતો, પરંતુ કરાર પ્રમાણે દિવાનની નીમનેક અંગ્રેજ સરકારની સલાહ પ્રમાણે થવી જોઈએ. તે કરાર તેડી ઇગ્રેજે ઠરાવેલા દિવાનને કહાડી બાઈએ પોતાની મરજી પ્રમાણે દિવાન નીમ્યો, તેટલા ઉપરથી ગવરનર જનરલે હુકમ કરી ગ્વાલિઅરમાંથી રેસીડેન્ટની છાવણી ઉઠાવવી એમ ઠરાવ્યું. પરંતુ દરબારમાં ચાલતા છળભેદ મટયા નહિ. સરદાર તથા અને મીર ઉમરાવોમાં એક બીજાને સંપ નહોતું તેથી દેશમાં લૂટફાટ ચાલવા માંડી. ગ્વાલિઅરના રાજ્યમાં ફોજ ઘણી હતી અને તે બળવાન હતી. તેમના ઉપર થોડાક જો ઉપરીઓ હતા, પરંતુ તેમને થોડા દિવસ થી કહાડી મુક્યા હતા. ફોજના માણસો પણ લૂટફાટ કરતા અને તેમને પોતાના બળનું ઘણું અભીમાન હતું. ગવરનરજનરલે દરબારમાં મહારાણી તથા તેમના ઉમરાવોને ઠપકા સાથે લખ્યું કે તમે કંઇજ બોબસ્ત રાખતાં નથી અને અઘટીત કામ કરે છે, તેથી જે અમારી સલાહ પ્રમાણે નહિ ચાલશે તો કંઈ સારુ પરીણામ આવશે નહિ. આ વાતને પણ તેમણે લક્ષમાં લીધી નહિ તેથી આસપાસના દેશમાં નિર્ભયતા અને અને શાંતી રાખવા માટે અંગ્રેજી સેન્ય ગ્વાલિઅર તરફ આવ્યું, વળી થોડા માસથી કાનપુરમાં એક સન્ય રહેતું હતું તે પણ ચઢી આવ્યું અને તેની સ દારી સરહ્યુ ગાફને મળી હતી. એ સૈન્ય સાથે ગવરનર જનરલ લોર્ડ એલેબર પણ વાલિઅર આવવા માટે નીકળ્યો હતો. દરમી આન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy