SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૭) કર્યું. આ ખબર જાણુ માધજી દિલ્હી ગયા અને ગુલામકાદરને કેદ કરી પાદશાહને છૂટો કર્યો. માધજી દિલ્હીથી પરભા જોધપુર ગયા અને કેટલીક મુદત થયાં અજમેર મારવાડના રાજાના કબજામાં ગયું હતું તે પાછું જીતી લીધું અને રાજાને કબજે કર્યો. માધજી પોતે બહાદુર હતા અને વળી કેન્ય લોને નોકરીમાં રાખી એક સારૂ લશ્કર તથા તપખાનું ઉભુ કીધું હતું તેથી તે જ્યાં જ્યાં ગયા ત્યાં જીત પામ્યા. સિંધિઓ અને હેલકર એ બે મરાઠા રાજાઓ વચ્ચે કુસંપે ધર કર્યું હતું તેથી તેમની બંનેની વચ્ચે અજમેરની પાસે લડાઈ થઈ. પેશ્વાઈ નબળી પડી ગઈ હતી તેથી તેમને કોઈ વાળનાર રહ્યું નહોતું. આ લડાઈમાં તેલકર હા અને સિંધિઓની જીત થઈ. આથી પુનાના દરબારના કારભારીઓ પણ સિંધિઓથી - રવા લાગ્યા. સિંધિઓએ પ્રયાગની ઉત્તર અને પશ્ચિમ તરફનો ઘણે મુલક તાબે કરી લીધો હતો. પુનામાં ઈગ્રેજોનું પરીબળ વધી પડયું હતું તે ઓછું કરવું એમ વિચાર કરી ઈ. સ. ૧૭૮૨ માં માધજી પુને ગયા. આ વખત સિંધિઆના તાબામાં આશરે આઠ કરોડ રૂપી આની ઉપજને મુલક હતો તથા ઘણું રાજાઓ ઉપર પોતે ખંડણી બેસાડી હતી. તે જ્યારે પુને મળ્યા ત્યારે દિલ્હીના પાદશાહ તરફથી પેશ્વાને માટે વછરનો ખિતાબ કરાવી લાવ્યા હતા તે પેશ્વાને રજુ કર્યો. - ઈ. સ. ૧૮૪ માં મારા તથા હૈદ્રાબાદ નિજામ એમની વચ્ચે સાથ બાબત કજીઓ ખ થશે અને તુરતજ માધજી પુનાની પાસેના પાનવડી ગામમાં મરણ પામ્યા. તેમના પછી તેમના ભાઈના પુત્ર દોલતરાવ દત્તક થઈ ગાદીએ બેઠા. આ વેળા તેમની ઉમર ૧૬ વરસની હતી. હૈદ્રાબાદના નિઝામે પેશ્વાને ખંડણી નહિ આપવાથી મરેઠી લશ્કર નિજામ ઉપર ગયું. બંને વચ્ચે કુદલા આગળ લડાઈ થઈ. નિજામ કાર્યો અને તેણે રૂ૩૦૦૦૦૦૦૦ (ત્રણ કરોડ) તથા કેટલાક પ્રાંત મરેઠાને આપ્યા. આ લડાઈમાં લતરાવ સિંધિઓએ પેશ્વા તરફ મુખ્ય ભાગ લીધે હતો. ઈ.સ. ૧૭૯૫. એજ સાલમાં માધવરાવ પેશ્વાનું તેના પ્રધાન નાના ફડનવીસ આગળ કંઈ ચાલતું નહોતું તેથી ખેદ પામી અગાશી ઉપર ચઢી ત્યાંથી પડતું મુકી આપઘાત કરી મરણ પામ્યો. તેના પછી પુનાની ગા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy