SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૦ ) વિશે સાલારજંગને વિલાઅત જેવાને ભલામણ કરી હતી, તેથી ઈ. સ. ૧૮૭૬ ના એપ્રીલ માસમાં તે વિલાયત ગયો અને સરધરલેન્ડને ડયુક જે નામદાર પ્રીન્સ ઓફ વેલ્સની સાથે મુબાઈ આવ્યો હતો, અને જેની સાથે સાલાજંગને સારો પ્રેમ બાંધાયો હતો, તેને ચાં પરોણા તરીકે ઉતર્યા હતો. ઈંગ્લાંડમાં તેને ઘણુ સારૂ માન મળ્યું. ખુદ મહારાણીએ તેની મુલાકાત લઈ ખાણું આપ્યું હતું. એકસ ફની યુનીવરસીટીએ તેને “દાકતર ઓફ ધસીવીલ” ની પદવી આપી હતી. અને લંડન શહેરના સ્વતંત્રપણાની બક્ષીશ ત્યાંના લાગતા વળગતાઓએ કરી. ઉર્ડ સાલ્સબરી તે વખત, હિંદખાતાને પ્રધાન હતા, તેની ભેટ તેને થઈ હતી, જે વબત વરાડ પ્રાંત સબંધી પાછુ પ્રકરણ ચલાવવાને તેણે નામદાર પ્રધાન સાહેબની પરવાનગી મેળવી. એનાવિલાયત જવાના સંબંધમાં ઘણું કરીને તે વરાડ પ્રાંત પાછો મેળવવાની પેરવી કરવા સારૂ ગ હશે એમ અટકળ બાંધી શકાય છે. તેણે વિલાયતથી પાછા આવ્યા પછી એ પ્રકરણ પાછુ ચલાવ્યું, અને લૈર્ડ લીટનની વિવેશ કફ નજર તેણે મિળવી. ઈંગ્લાંડથી પાછા આવતાં કાન્સ દેશની રાજધાની પારીસમાં તેને એક અકસ્માત થવાથી તેના પગને ઈજા થઈ હતી; અને તેની જરા ખેડ રહી હતી. મહારાણીવકટોરીઆએ હિદને માટે કેસ રેહિ દનો ખિતાબ ધારણ કર્યો, અને તે બાબત લાડલીટને દિલ્હીમાં તા. ૧ જાનેવારી સને ૧૮૭૭ ના રોજ પાદસાહી દરબાર ભયો હતો. એ દરબારમાં આવવા માટે હિંદના મોટા મોટા રાજા રાણાઓને આમંત્રણ થયાં હતાં. બાળરાજા નિજામ મહાબુલ અલીખાનને પણ આમંત્રણ થયું હતું, તેથી તે પોતે અને તેમની સાથે સરસાલાજંગ દિલ્હી ગયા હતા. આ દરબાર વખત નિજામ સરકારને ઈંગ્લીશ શહેનસાહી વાવટો આપવાનો ઠરાવ થયો, અને સસાલાજંગ તથા અમીરીકબીર સમસુલ ઉમરાવને દરેકને ૧૦ તોપનું માન મળવા ઠરાવ થયો. નિજામ સરકારની વડી અઈ (બાપની મા ) ને ઈ. સ. ૧૮૦માં હિદુસ્થાનને મુગટ એવો માનવંતો ખિતાબ મળ્યો હતો. નિજામ સરકાર ચાલાક છે અને તેમણે પટન કલાર્ક નામના એક અંગ્રેજ અમલદારના હાથ નીચે અભ્યાસ કર્યો છે, પણ તેમણે પિતાનો ઘણેખર વખત પોતાની મા દાદીનીસા બેગમ અને દાદી દી. લાવારૂનીસા બેગમની સાથે કાઢયો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy