SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૮) તેમના નામ પરથી સોહાગપુર નામે શહેર વસાવ્યું. કરણદેવની પછી સેહગદેવ ગાદીએ બેઠે. તેના પછી તેને કુંવર સારંગદેવ ગાદીએ બેઠો તેમણે સારંગપુર નામે શહેર વસાવ્યું છે. તેમની પછી તેમના કુંવર વિલાસદેવ ગાદી પર બેઠા તેમણે વિલાસપુર શહેર વસાવ્યું. તેમની પછી તેમના કુંવર ભીમદેવ ગાદી પર બેઠા. તેમણે ઘણી બહાદુરીથી કેટલાંક રાજય છતી ખાલસા કર્યા, ને કેટલાંકને ખંડણી ભરતાં કર્યો. તેમના રાજ્યની હદ ગંગા યમુનાના પ્રદેશમાં ઈટાવા સુધી હતી. તે પોતાની ઉમે ત્તર અવસ્થામાં પોતાના કુંવરે અનીક દેવને રાજ સેપી યાત્રા કરવા ગયા. તમામ યાત્રા કરી દ્વારકા આવ્યા ત્યાં તે દેવલોક પામ્યા. તેમની ૫છી અનીક દેવ, વલભદેવ, દલકેશર દેવ, મલકેશર દેવ, ગુલાર દેવ, સીંહદેવ, ભૈયદેવ ભેરમદેવ, નરહરીદેવ ભેધદેવ એ રીતે રાજા થયા પણ તેમના વખતમાં કઈ પણ જાણવા લાયક બનાવ બન્યો નથી. ભિધદેવનું મરણ એક બ્રહ્મ રાક્ષસના શાપે કરીને થયું હતું. તેમની ગાદી પર તેમના કુંવર સાલીવાહન બેઠા. તેમની પછી કુમાર વીરસિંહ દેવ થયા. તેમણે છોટાનાગપૂર ગઢામંડલા, રતનપૂર અને વસ્તરનાં સંસ્થાન તેમના રાજકતા પાસેથી જીતી લીધાં તેમણે પોતાના ભાઈ ગમલદેવને કપટીને ઈલાકો આપ્યો. તે અગળ જતાં ઘણે બહાદુર થશે. વિરસિંહ દેવને વિભાણદેવ સિવાય બીજા બે કુંવર હતા. વિરસિંહદેવ ઈ.સ. ૧૫૦૧માં ભરણું પામ્યો તેની પછી તેનો કુંવર વીરભાણદેવ ગાદીએ બેઠો. વિરભાણદેવના વખતમાં હુમાયુ અને સેરખાં વચ્ચે લડાઈ થઈ હતી તેમાં હુમાયુની હાર થવાથી તે નાઠે ને તેની બેગમ હમીદા પણ નાઠી. તેને બેગમને) વિરભાણદેવે આશ્રય આપી હુમાયુ પાસે ઉમરકોટ મોકલાવી આપી, આ બેગમ તે વખતે ગર્ભવંતી હતી અને તેથી તેને પ્રતાપી અકબર ઉત્પન્ન થયો હતો. તેમના મરણ પછી તેમના કુંવર રામદેવ ગાદી પર બેઠા. આ રાજાને અકબર પાદશાહ સાથે તેના કોઈ દુશ્મનને આશ્રય આપ્યાથી લડાઈ થઈ હતી, ને રાજાને બાંગઢના કિલ્લામાં હારીને નાશી જવું પડ્યું. પણ આખરે સલાહ થઈ. રાજાએ કલિંજરનો કિલ્લો બાદશાહને આપ્યો. ને તાનસેન ગવઇએ જે ઘણે નામાંકિત હતો તેને રામદેવે અકબરબાદશાહના દરબારમાં મોકલ્યો. રામદેવ પછી તેમના પાટવી કુંવર વિરભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy