SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૭) થયો. તેના નામ ઉપરથી તેના વંશજે સોલંકી કહેવાયા. તે વંશમાં વીરહ્મજ નામે એક રાજા થયો તેને બે કુંવરો હતા; તેમાં વલગરદેવ અને થવા વી આગદેવ પાટવી હતી અને તેના વંશજો વાઘેલા કહેવાય છે, અને બીજે શુકદેવ હતો તેના વંશજે સેલંકી કહેવાય છે. વીઆગદેવ પોતાના ભાઈને રાજ્ય પાટ સંપીને કશી વગેરે પવિત્ર સ્થળોની યાત્રા કરવા માટે કેટલુંક લશ્કર લઈને ઈ. સ. ૫૮૦માં નીકળી પડ્યો. ત્યાંથી યાત્રા કરી પાછા આવતાં ચીત્રકોટની યાત્રાએ ગયા. ત્યાંથી નજીકમાં કનકદેવ નામે રાજા રાજ કરતો હતો, તેને ત્યાં પોણા તરીકે ઉતર્યા. રાજા કનકદેવને પુત્ર નહતો પણ રતનમતી નામે એક કુવરી હતી. અને તે કુંવારી હતી. વી આગદેવને ઊંચ કુળનો ક્ષત્રી અને ગૂજરાતનો રાજા જાણી કનકદેવે પોતાની પુત્રીને તેની સાથે પરણાવી, તમામ રાજપાટ તેને સ્વાધીન કરી કહ્યું કે મારે યાત્રા કરવા જવું છે. માટે આ રાજ્ય આપને અર્પણ કરું છું. જેથી વીઆગદેવ ત્યાં રહ્યા. રાણી રતનમતી શિવાય વી આગદેવને છુંદરમતી નામે એક બીજી રાણી - તી. તે ચંદ્રાવત શાખાના પીરહવાન રાજા મુકુદર દેવની કુંવરી હતી. વીલગરદેવે અથવા વી આગદેવે મોટું રાજ્ય ભોગવ્યું હતું તેથી તેને આ નાનુ રાજય પસંદ પડવું નહિ; પણ પોતાના સસરાના અત્યાગ્રહથી ત્યાં રહી નવાં રાજ્ય મેળવવા પ્રયત કર્યો. પછી તેમણે પોતાના રાજ્યની નજીકમાં આવેલા મંડરઘુવંશી રાજાનું રાજ્ય છતી લીધું ને ત્યાંના રાજાને પાથર કછોરને કિલ્લો રહેવા આપશે. તેમણે મરફાને કિલ્લો લીધો અને આખરે કાલ્પીથી ચંદલગઢ સુધીનો મુલક લઈ લી. આ સિવાય તેમણે ઘણો મુલક જીતી લઈ તે સર્વનું એકઠું નામ વાધેલખંડ પાડવું જે અદ્યાપિ પ્રસિદ્ધ છે રાણી રતનમતીથી તેમને પાંચ કુંવર થયા તેમાં સવથી મેટે કરણદેવ હ. - વીલગરદેવ અથવા વી આગદેવ પછી તેમનો કુંવર કરણદેવ ઈ.સ. ૧૫માં ગાદીએ બેઠા તે રાયપુર સંસ્થાન ઈલાકે મંડાલાના રાજા સોમદત્તની કુંવરી પદમ કુંવર સાથે પરણ્યા હતા. આ વખતે બાધવગઢનો મજબુતકિલો તેમને પહેરામણીમાં મળ્યું. આ કિલ્લાની મજબુતીથી પસંદ થઈ કરણદેવે ત્યાં રાજ્યગાદી કરી. કરણ દેવની બીજી સ્ત્રી મલકુંવરબા જેધપુરના રાજાની કુંવરી હતી. આ રાણીથી સોહાગદેવ ના કુંવર થયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy