SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) આશરે (નવલાખ) માણસની છે. તેમાં ૭૫૦૦૦૦ હિંદુ ૮ર૦૦૦ મુસલમાન ૬૦૦૦ જન ૧૧૮૦૦૦ અસલી જાત અને બીજી પરચુરણ - તના લોકછે. વાર્ષિક પેદાશ ૩ ૪૦૦૦૦૦૦ (ચાળીશલાખ) લાખને આશરે થાય છે. દેશનું સ્વરૂ૫–આ રાજ્યને ઘણું મુલક વિદ્યાદ્રિ પર્વતની ઉત્તરે છે અને થોડે મુલક વિંધાદિની દક્ષિણે વિંધાદિ તથા સાતપૂડા ડુંગરાની વચ્ચે છે. દેશમાં પાણી આવવાની સારી હેવાથી તે સુકાળને લીધે જમીન ધણી રસાળ છે ઠામ ઠામ ઝાડી અને ડુંગરા જોવામાં આવે છે. નદીઓ-મુખ્ય નદી નર્મદા છે તે આ રાજ્યની દક્ષિણ સરહદ ઉ. પર પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. ૨ બેટવા એ નદી આ રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વિંધાદ્રિ પર્વતમાંથી નીકળી આ દેશ પસાર કરી ઉત્તરમાં સિંધીઆ વગેરેના મુલકમાં થઈ અગાડી જતાં યમુના નદીને મળે છે. . ૩ પાર્વતી એ નદી આ રાજ્યની પ્રત્યકોણના ભાગમાં વિદ્યાદ્રિ પર્વતમાંથી પ્રગટ થઈ ઘણું કરી પશ્ચિમ સીમા ઉપર થઈ ઉત્તર તરફ વહીને રજપૂતાના અને સિધીઆના રાજ્યની સરહદ ઉપર ચંબલ નદીને મળે છે. સિવાય નાની નદીઓ ધણી છે પણ તે જાણવા જેવી નથી, હવા સાધારણ, વરસાદ સારો વરસે છે. જમીન તથા નિપજ–જમીન સારી અને રસાળ છે નિપજમાં પહું, ડાંગર, મકાઈ, કાળ, ગળી, શેરડી, તમાકુ, કપાસ, અને ખસખસ વગેરે નિપજે છે. વગડામાં સરસ જાતનો સાગ થાય છે. ડુંગરમાં લોહું, સીસુ અને તાંબાની ખાણ છે પણ તેનો ઉપયોગ કરવામાં આ વ નથી. જનાવર– ડુંગરોમાં વાઘ, સિંહ, રીંછ, સાબર, હરણ વગેરે જંગલી જનાવર રહે છે ગામ પશુમાં બળદ, ભેંશ, ગાયો વગેરે છે. લોક તથા ભાષા–મુખ્ય કરીને ભીલ, ગાંડ, રજપૂત, પીંઢારે, મરે ઠા અને મુસલમાન વગેરે લોકની વસ્તી છે. મુસલમાન ઘણું કરીને પઠાણ અને વહોરા એ બે જાતના છે. દેશની ભાષા માળવી તથા મરેઠી છે. | મુખ્ય હેર–પાળ એ આ દેશની રાજધાનીનું કિલ્લાવાળું શહેર છે તે ઘણું કરીને દેશના મધ્ય ભાગમાં પણ વાવ્ય કોણ તરફ જરા નિકળતુ છે. શહેરમાં રાજકત બેગમ સાહેબની ગાદી અને શ્રીમંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy