SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ રાષ્ટ્રર વંશના લેખો . તે હાલનું છારલી જાને માં, પિમ્પલચ્છની ઉત્તરમાં નીચે મુજબ આપેલી છે નં. ૧૨૦ કક્ક ૨ જાનાં આંત્રોલી છારોલીનાં તામ્રપત્રો શ. સં. ૨૭૯ આશ્વયુજ સુ. ૭. સુરત પ્રગણુના એરપાડ તાલુકામાંના કારેલી ગામના પાટીલ ડાહ્યાભાઈ જગદીશ તેમાં શું લખ્યું છે તે જાણવાની ઉત્કંઠાને લીધે આ પતરાં મારી પાસે લાવ્યા હતા. તેણે કહ્યું હતું કે સુરતથી ઈશાન ખૂણે આશરે દસ માઈલ છેટે છારેલી જે આંત્રોલી છારોલી તરીકે મશહુર છે તેમાં પાયે ખેદતાં આ પતરાં મળ્યાં હતાં. પતરાં બે છે અને તે ૮9 ઇંચ ઉંચાં અને ૧૩ ઇંચ પહોળા છે. અને અંદરની બાજુએ જ કોતરેલાં છે અને બે કડી હોય એમ અનુમાન થાય છે, છતાં તેમાંની એક અત્યારે મળતી નથી. જે કડી મેજુદ છે તેના ઉપરની સીલમાં ગરૂડનું ચિત્ર ખંડિત દશામાં આપેલું છે, પતરાં સંભાળપૂર્વક કોતરવામાં આવ્યાં છે અને તે સુરક્ષિત છે. વલભી અને ચાલુક્યનાં તે સમયનાં તામ્રપત્રેના જેવી લિપિ છે. ભાષા સંસ્કૃત છે અને વંશાવળી વિભાગ પદ્યમાં છે, જ્યારે બાકીને ભાગ ગદ્યમાં છે. ભટ્ટ વિસર( અથવા રવીશ્વર)ના દીકરા કુકકેશ્વર દીક્ષિત જે જાંબુસર(ભરૂચ છલામાં હાલનું જંબુસર )ને રહેવાશી હતા તેને કાશકુલ વિષયમાં સ્થાવર પાલિકા નામનું ગામ દાનમાં આપ્યાની હકીક્ત આ તામ્રપત્રમાં છે. સ્થાવર પાલિકા તે હાલનું છારેલી જ હશે, એમ હું માનું છઉં. તેની સીમા નીચે મુજબ આપેલી છે. ખેડાની પશ્ચિમે અને સહેજ દક્ષિણમાં, પિપલાચ્છની ઉત્તરમાં અને કાણપુરી અને વટ્ટારની પૂર્વે દાન આપનાર રાષ્ટ્રકૂટ વંશને કડક છે તેની વંશાવલી નીચે મુજબ આપેલી છે? ક ૧ લાને રાષ્ટ્રકટ કુળરૂપી કમળના જથ્થાના સૂર્યરૂપ કહ્યો છે. આવું વર્ણન તે કુટુંબમાં જનમ્યા હોય તેને જ લગાડી શકાય. ત્યાર પછીને ધ્રુવ સ્પષ્ટ રીતે તેને દીકરે હવે, એમ વર્ણવ્યું છે. ત્રીજે રાજા ગેવિદને પણ સ્પષ્ટ રીતે ક ધ્રુવને દીકરી કહેલ છે. આમાંના છેલ્લા રાજા કક્ક બીજાને ધ્રુવ તે નાગવર્માની દીકરીથી ગેરવદના પુત્ર તરીકે લખ્યો છે આ તામ્રપત્રોમાંના રાજાનાં નામો પ્રખ્યાત રાષ્ટ્રાટ નાગવર્માની દીકરીને પરણ્ય. વંશના રાજાઓની સાથે મળતાં આવે છે, પણ તે વશની " જે વંશાવળી પ્રસિદ્ધ થઈ છે ( ડીનેટીઝ એફ કેનેરીઝ દાન આપનાર શ. સ. ૬૭૯ ડીસ્ટ્રીકટ પા. ૩ર ઈ. એ. . ૧૧ પા. ૧૦૯ અને ઈ. એ. . ૧૨ પા. ૧૭૯) તેની સાથે સરખાવતાં આ ચાર રાજા ઓનાં નામ બંધ બેસતાં આવતાં નથી. કારણ કે આ દાનની તિથિમાં અને દક્તિદુર્ગ અથવા દન્તિવમાં બીજાનાં સામનગઢનાં તામ્રપત્રની તિથિમાં ચાર વર્ષને જ તફાવત છે. આપણે જે એમ અનુમાન કરીએ કર્ક ૧ લા ને ઈંદ્ર બીજા અને કૃષ્ણ ૧ લા ઉપરાંત ધ્રુવ નામે ત્રીજે દીકરો હતૉ તે કંઈક બંધબેસતું આવે તેમ છે. વળી આ તામ્રપત્રને બનાવટી માનવાને કંઈ પણ કારણ નથી. લિપિ તે જ સમયની છે અને ગોવિદની પત્ની તે નાગવર્માની દીકરી હતી તે હકીકત બનાવટી તામ્રપત્ર લખનાર ઉપજાવી શકે નહીં. અત્યારે તે એમ સમાધાન થઈ શકે કે આ ચાર રાજામાં પહેર્લા કક તે કક્ક ૧ લો માન, અને બાકીના રાજા ઈંદ્ર ત્રીજાથી શરૂ થતી ગુજરાત શાખાના પૂર્વજ હાય બીજાં તામ્રપત્રોથી આ હકીકત પૂરવાર થાય ત્યાંસુધી આ એક અટકળ જ રહી શકે. * જ. બે હૈં રો. એ. સે. વ. ૧૨ પા. ૧૦૫ ડે. ભગવાનલાલ ઇંદ્રજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy