SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ गुजरावना ऐतिहासिक लेख (ત્યારે) ઉશત મનવાળાઓ આ વ્રત કરે પછી પાલ, કમંડલ, વલ્કલ, સિત અને રકત જટા વિગેરેની શું જરૂર છે?” ૨૬ મી પંક્તિમાં કહેલો રાજા કાન્હડદેવ એ આગલા લેખમાં બતાવેલ પરમાર કૃષ્ણરાજય જ છે. છેલ્લી પંક્તિ(૩૧)માં કહ્યું છે કે, મહારાજ કુલશ્રી મસિહદેવે આ પવિત્ર લુણસંહવસહિકામાં એક શાસન વડે પવિત્ર નેમિનાથદેવને વાહિરહદીમાં ઢવાણું ગામ તે દેવની પૂજા તથા અડભોગ માટે આપ્યું. છેવટે લેખમાં ભવિષ્યના પરમાર વંશના રાજાઓને આ દાન યાવચંદ્રદિવાકરે રાખવા માટે સેમસંહદેવની વિનંતી છે. લેખમાં આપેલાં સ્થળામાંથી નીચેનાં હું ઓળખાવી શક્યો છું – અબુંદ પર્વત ઉપરનું દેઉલવાડાગામ ઈન્ડિયન એટલાસમાં લે. ૨૪૩૬ ઉત્તર; હે. ૭૨૪૩ પૂર્વ ઉપર આવેલું દિવાર છે. ઉમ્બરણીકી નકશામાં દિલ્હારાની દક્ષિણમાં–અગ્નિકાણુમાં ૭ માઈલ ઉપર આવેલું મિની છે. ધઉલી ગામ દિવારાની પશ્ચિમ-નૈરૂત્ય કેણુમાં ૮ માઈલ ઉપરનું ધૌલી છે. શ્રેષ્ઠસ્થલનું મહાત્ તીર્થ કદાચ નકશામાં દિલવારાની અગ્નિ કેણમાં ૮૬ માઈલ ઉપરનું મુર્થલ હશે. ગડાહડ ગામ નકશામાં દિલવારાની દક્ષિણ-નરુત્ય કેણુમાં ૧૧ માઈલ ઉપરનું ગદર, જે ગડાર (ગડાડીને બદલે લખેલું માનીએ તે હેય. સાહિલવાડા એ દિલવારાની પશ્ચિમે વાયવ્યમાં ૮ માઈલ ઉપર આવેલું સેવાર છે. અબુંદ પર્વતની નજીકમાં જણાવેલાં ગામમાં, આબુય નકશામાં દિલવારાની અગ્નિકોણમાં ૧૩ માઈલ ઉપરનું આવ્યું છે. ઊતરછ દિવારાની ઈશાન કેણમાં ૫ માઈલ ઉપરનું ઉત્રજ છે. હેઠઉંછ દિવારાની દક્ષિણે ૨ માઈલ ઉપરનું હેત છે. સિહર દિલ્હારાની ઈશાનમાં ૮ માઈલ ઉપરનું સેર છે. કેટલી કદાચ નકશામાં દિલવારાની પૂર્વમાં છ માઈલ ઉપર બતાવેલું કોત્રા હોય. સાલ કદાચ દિવારાની પૂર્વ-અગ્નિ કેણુમાં ૧ માઈલ પરનું ગામ હોય. આરાસા દિલવારાની ઈશાનમાં ૩ માઈલ ઉપર એરિઆ નામના ગામને મળતું આવે છે. પરંતુ બન્ને એક જ છે, એમ માનવા માટે નકશામાં આપેલું નામ ખોટું છે, એમ માનવું જોઈએ. લેખની છેલ્લી બે પંક્તિઓ, જે ઉપર કહ્યું છે તેમ પાછળથી ઉમેરી છે, તેમાં પવિત્ર કૃષ્ણ રુષિના વંશજ ન્યાયચન્દ્રસૂરિએ બે શ્લોકમાં રચેલી આબુ પર્વતની પ્રશસ્તિ, તથા કાઈ યાત્રાળ આ મંદિરની યાત્રાએ આવ્યું હતું તેની એક ટૂંકી નોંધ આપી છે. નં. ૩-૩ર સુધીના નાના લેખે, જે બધા હાલ પહેલી વાર પ્રસિદ્ધ કર્યા છે, તે જૈન પતિની નાગરી લિપિમાં અને સંસ્કૃત ભાષામાં લખેલા છે, જે કે, વિશેષ નામે ઘણાં ખરાં પ્રાકૃત હ૫માં આવે છે. એક વાર, નં. ૪ માં “ચંડપ માં “ડ”ને, બુલહરના “ ઈનડીયન પેલી ઓગ્રાફી”માં લેટ ૫ કેલ. ૧૬ ૫. ૨૨ માં, ભીમદેવ ૧ લાના એક લેખમાંથી આપેલો ખાસ આકાર આપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy