SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ आबुपर्वतना जैन लेखो नं. २ ૨૩૫ ઉપર કહ્યા મુજબ, તારીખ રવિવાર, ૩ જી માર્ચ ઈ. સ. ૧૨૩૦ ને મળતી આવે છે. લેખમાં બતાવેલાં દેવકુલિકા તથા હતિશાલા, અને નં. ૧ ના લેખમાં શ્લોક ૨૧-૬૪ માં લખેલાં બાવન મંદિર તથા તેજપાલનાં કુટુંબીઓનાં પૂતળાં માટે એરડે, એ એક જ છે. મંદિરના બાંધકામના વર્ણન પછી વિજયસેનસૂરીએ સમર્પણ કર્યાની હકીકત આવે છે. તેની વંશાવલી પ્રથમના લેખ પ્રમાણે જ છે. હરિભદ્રસૂરિને “શ્રી આણંદસૂરિ તથા શ્રીઅમરચંદ્ર સૂરીએ પદાર્તાકળભુ” કહે છે. આથી એમ જણાય છે કે તેને પટ્ટાભિષેક આ બે સૂરિઓના હરતે થયે હશે. ત્યાર પછીના ભાગ( ૫. ૬-૯)ને આશય “અને આ મંદિર માટે નિમેલા શ્રાવક ટ્રસ્ટીઓનાં નામ નીચે પ્રમાણે છે ” એ મથાળા ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે. અહી કહ્યું છે કે, આ મંદિરમાં સ્નાન, પૂજા, વિગેરે હંમેશને માટે મદ્યદેવ, વસ્તુપાલ અને તેજપાલ, એ ભાઈ એાએ, તથા તેઓના વંશજોએ, તથા લૂણસિંહની માતા અનુપમદેવીના સર્વ પુરૂષ વંશ તથા તેઓના વંશજોએ કરવાં. આ સ્થળે અનુપમદેવીનું કુટુમ્બ જે ચદ્રાવતીમાં રહેતું હતું અને પ્રાગ્વાટ જ્ઞાતિનું હતું, તેની વંશાવલી દાખલ કરી છે. તે પછીના ભાગ(૫. ૯-૨૫)માં મંદિરના સમર્પગુને સાંવત્સરિક ઉત્સવ ઉજવનાના નિયમ આપ્યા છે. તે ઉત્સવ દેવોને પવિત્ર ચૈત્ર માસના કૃષ્ણ પક્ષ તૃતીયાને દિને શરૂ થઈને આઠ દિવસ સુધી ચાલ સઈએ. આ ઉત્સવમાં નાન, પૂજા વિગેરે ક્રિયાઓ ચદ્રાવતી પ્રદેશના શ્રાવકોએ હતી. દરેક દિવસ તે સ્થળની અમુક જ્ઞાતિ માટે મુકરર કરેલ હતું. લેખમાં આવા ઘણું શ્રાવકોનાં નામ તેના પિતા અને જ્ઞાતિનાં નામે સાથે આપેલાં છે. તેમાંના આશરે અર્ધા પ્રાવાટે હતા; બાકીના ઊઓસવાલ, અથવા એઈસવાલ, શ્રીમાલ અને થોડા ઘણા ધર્કટ હતા. તેઓનાં નિવાસસ્થાને ઉમ્બરણકી, સરઉલી અને કાસદ, બ્રહ્માણ, ઘઉલી, મહાન તીર્થ મુણ્ડસ્થલ, ફીલિણિ, હષ્કાઉદ્રા, ડવાણુગડાહડા, સાહિલવાડા નામનાં ગામડાં હતાં. તે પછીના ભાગમાં (પં. ૨૫-૨૬) ઠરાવ્યું છે કે, નેમિનાથદેવનાં પાંચ કલ્યાણિકોર દર વર્ષે મુકરર કરેલ દિવસે દેઉલવાડામાં વસતા સર્વ શ્રાવકોએ પવિત્ર અર્બર પર્વત ઉપર ઉજવવાં. જેઓને મંદિરની સંભાળ રાખવાનું સેંપવામાં આવ્યું હતું તેઓનાં નામ, તે પછીના ભાગમાં (પં. ૨૬-૩૦) આપ્યાં છે- આ પ્રમાણે કરાવ્યું છેઃ ચદ્રાવતીને સ્વામિ શ્રી રાજકુલ સેમેશ્વરદેવ; તેને પુત્ર શ્રીરાજ (કુલ ) કાહ્મદેવ, અને બીજા રાજાઓ, ચન્દ્રાવતીના સ્થાનપતિ ભટ્ટારકો કવિલાસ ગુગલી બ્રાહ્મણ, બધા વેપારી ટ્રસ્ટીઓ; સર્વ મનુષ્યો જેવા કે, સ્થાનપતિઓ, સાધુએ ગુગલી બ્રાહ્મણે રાઠિો અને બીજાઓ જેઓ અબુંદ પર્વત ઉપરનાં ગામડાં જેવાંકે ઉલવાડા, અચલર અને વસિષ્ઠનો પવિત્ર મંદિરમાં તથા પાડોશનાં ગામડાં શ્રીમાતામહબુ, આબુથ, એરાસા,ઊતરછ, સિહર, સાલ, હેઠાઉંજી, આખી અને કેટલી જે સાધુ ધાંધલેશ્વરદેવનું છે, તે અને બીજાંબધાં મળી બાર ગામડાંઓમાં નિવાસ કરી રહ્યા છે તેઓ-વળી ભાલિભાડામાં વસતા સર્વ પ્રતીહારોના વંશજ રાજપુત્રો વિગેરેએ નેમિનાથદેવનાં પવિત્ર મંદિરના ઓરડામાં એક પછી એક બેસીને દરેકે પોતાની ઇરછા અને આનંદ સહિત, મહં( ત ) શ્રી તેજપાલ પાસેથી, આ પવિત્ર સીહવસડુિંકા નામના મંદિરની સંભાળને ભાર ઉપાડી લીધા છે, તેથી તેઓના આ વચનને અનુસરીને તે સર્વે તેમ જ તેઓના વંશજો એ યાવત ચંદ્ર દિવાકર આ મંદિરની સંભાળ રાખવાની છે. કારણ ૧ ફેબસની રાસમાળા પા. ૬૪ પ્રમાણે કાસદ હાલનું ‘કાસિક-પાલડી” અમદાવાદ પાસે આવેલું ગામ છે, જુઓ બુલહર, એ. ઈ. વો. ૧ પા. ૨૨૯ ૨ પાંચ કલ્યાણિકનેમિનાથ દેવનું ગર્ભમાં આવવું, જન્મ, દીક્ષા બારણું કરવી, જ્ઞાન પ્રાપ્ત થવું અને મુદિત થવાની સંવત્સરીઓના દિવસે. ૩ કવિલાસ કદાચ વિશેષ નામ હોવાને સંભવ હોય. છે. ૮૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy