SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ दद्द २ जानां कावीनां ताम्रपत्री ભાષાન્તર છે ! સ્વસ્તિ ! નાન્દીપુરી( શહેર )માંથી – (પં. ૧) વિવિધ ગુણસંપદથી સકલ દિશાઓનાં મુખ, રતનેથી સાગર મંડિત કરે છે તેમ મંડિત કરનાર (વગેરે વગેરે નં. ૧૦૯ પ્રમાણે) મહેદધિ જેવા ગુજર્જર નૃપના વંશમાં, શ્રી કૃષ્ણના હદય ઉપર રહેલી શ્રી(લક્ષમી)ની સાથે જન્મેલા કૌસ્તુભમણિ જેવા વિમલ યશનાં કિરણથી કલિયુગનાં તિમિર દૂર કરનાર, સત્પક્ષથી વિનતેય માફક શત્રુ નાગકુલની સંતતિ જડમૂળથી ઉખેડી નાંખનાર (વગેરે વગેરે નં. ૧૦૯ પ્રમાણે) સામન્ત દ૬ હતા. (પં. ૧૫) તેને તપાવેલા ચળકતા સુવર્ણ જે શુદ્ધ (વગેરે વગેરે નં. ૧૦૮ પ્રમાણે ) શ્રી વીતરાગના બીજા નામવાળો શ્રી જયભટ પુત્ર હતા. (૫. ૨૫) તેને પુત્ર, સજળ ઘન વાદળમાંથી બહાર નીકળતા શશીનાં કિરણથી જાગૃત થએલા શ્વેત કુમુદ જેવી યશની વેલીથી નભમંડળ છાયી નાંખતે (વગેરે વગેરે નં. ૧૦૯ પ્રમાણે ) પંચમહાશબ્દ પ્રાપ્ત કરનાર, શ્રી દક્ કુશળ હાલતમાં સમસ્ત રાજ, સામન્ત, ભગિક વિષયપતિ, રાષ્ટ્રમહત્તર, ગ્રામ મહત્તર, આધિકારિક આદિને જાહેર કરે છે – (પં. ૩૩)તમને જાહેર થાઓ કે–અમારાથી, અકુરેશ્વર વિષયમાં આવેલું શિરીષપદ્રક ગામ ઉદ્રક્સહિત, ઉપરિકરસડિત ... ... કાપવાની સર્વ ચીજ, વિષ્ટિ, પ્રતિભેદિકાસહિત, ભૂમિચ્છિદ્રના ન્યાયથી, સૈનિકેના પ્રવેશમુક્ત, ચંદ્ર, સૂરજ, સાગર, પૃથ્વીના અસ્તિત્વકાળ સુધી પુત્રપૌત્ર અને વંશજેના ઉપગ માટે, જબુસરમાં નિવાસ કરતા ભરદ્વાજ શેત્રના, કવ સબ્રહ્મચારી બ્રાહ્મણ આદિત્યરવિ તથા તાપિશર અને ઈન્દ્રચૂર અને ઈશ્વર–તથા વગરના ભદિ આધ્યાપક અને ગોપાદિત્ય અને વાડ અને વિશાખ અને અગ્નિશર્મા, અને ભક્ટિગણુ અને દ્રોણુ-માઠર ગેત્રના વિશાખ અને ધર અને નન્દી અને રામ ડૌહકીય ગાત્રના તપિશર્મા અને બીજા તાપિશર્મા, અને દ્રોણ અને ભદ્ધિ, અને પિતૃશર્મા, અને ભાગિસ્વામિ અને દત્ત સ્વામિ-લક્ષમણ્ય ગોત્રના ધર અને દામધર અને ઈશ્વર--કૌડિન્ય ગેત્રના બાવ અને ઘેષ અને શૈલ–કાશ્યપ ગોત્રના ભદ્રિદામા અને વાત્ર-હારિત ગેત્રના ધર્મધર ધૌમ્રાયણ ગેત્રના અધ્યાપક કર્ક અને આવુક અને ઈન્દ્રશૂર. આ ૩૪ બ્રાહ્મને બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર, પંચમહાયજ્ઞ આદિ અનુષ્ઠાન માટે તથા મારાં માતાપિતા અને મારા પુણયશની વૃદ્ધિ માટે કાર્તિક પૂર્ણિમાને દિને પુષ્કળ પાણીના અર્થ સાથે અપાયું છે. (પ. ૪૨) અમારા વંશના કે અન્ય ભાવિ ભેગપતિઓએ ( વગેરે વગેરે ન.૧૯ પ્રમાણે) આ અમારા દાનને અનુમતિ આપવી અને તેનું રક્ષણ કરવું જોઈએ. (. ૪૫) અને ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે --ભૂમિદાન દેનાર (વગેરે વગેરે નં. ૧૦૯ પ્રમાણે). (પં. ૪૯) સંવત્સર ત્રણ અધિક ઍસી, કાર્તિક પૂર્ણિમાને દિને અમારી મુખઆજ્ઞાથી સંધિવિગ્રહાધિકરણધિકૃત રેવથી લખાયું સંવત ૩૦૦ અને ૮૦ કાર્તિક શુ. ૧૦ અને ૫. (પ. ૫૦) દિનકરના ચરણની પૂજામાં આનન્દ લેનાર શ્રીવીતરાગના પુત્ર પ્રશાન્તરાગના આ વહસ્ત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy