________________
નં૦ ૪૭ ધરસેન ૨ જાનાં તામ્રપત્રો
સંવત્ ૨૭ ફાલ્ગન વદિ ૧૦ ધરસેન ૨ નું દાનપત્ર ૧૨.૮ ઇંચ૮૬.૫ ઇંચના માપનાં બે પતરાંઓ ઉપર લખેલું છે. તે બને પતરાંઓને જોડતી બે કડી ખેવાયાનું જ ફકત નુકશાન થયું છે. પરંતુ તેના ઉપર કાટને જાડા થર લાગેલ હતું અને કેટલેક સ્થળે તે તે દૂર કરવાના પ્રયત્ન નિષ્ફળ થયા અને તેથી કેટલાક અક્ષરે શંકાભરેલા રહ્યા છે.
અક્ષરો ધ્રુવસેન ૧લાનાં પતરાંઓ તથા ગુહસેનનાં સંવત ૨૪૦નાં શાસનને મળતાં છે, અને ચેખા અને સારી રીતે કરેલા છે. લખાણની ભૂલો થેડી છે.
વંશાવળી હંમેશ મુજબ છે. પરંતુ ધરસેન ૨ જાને આ દાનમાં પણ મટ્ટાણામંત હાટો ખંડીઓ રાજા “એ ઈલ્કાબ આપેલ છે, તે ખાસ નોંધ લેવા જેવું છે. ધરસેન ૨ જાનું એક દાનપત્ર સંવત ૨૫ર તથા એક સંવત્ ૨૬૯નું હોવાથી, નવા સંવત્ ૨૭૦ના દાન આપનારના રાજ્યના વખત વિષે આપણું જ્ઞાનમાં કંઈ વધારે ઉમેરે કરતાં નથી.
દાન લેનાર ખેટકમાં વસતા, આનર્તપુરના રહિશ . .. મિત્રને પુત્ર વિષ્ણમિત્ર શાર્કરાક્ષિ ગોત્રને આદિ બ્રાહ્મણ હતે.
ખેટક જીલ્લા( આહાર )ને તાલુકા ( પથક) બડરિજીદ્ધિમાં અશિલાપદ્ધિક ગામ દાનમાં આપ્યું હતું. મારા શબ્દ, ધ્રુવસેન ૧ લા તથા ધરસેન ૨ જ ( સંવત્ ૨૬૯ના) અને ધરસેન ૪ થા (ઈ. એ.. ૧. પા. ૪૫)ના શાસનમાં આવતા ગાઢ શબ્દને મળતો આવે છે. અને તે દેખતી રીતે “વિષા“જીલા નો પર્યાય લાગે છે. તેને પિટા વિભાગ “ઘણા' શબ્દ ધ્રુવસેન ૨ જા( ઈ. એ. . ૬ પા. ૧૩ )ના દાનપત્રમાં, તથા ચાલુક્યોના લેખમાં મળી આવે છે.
દાન આપવાનો હેતુ દરેક બ્રાહ્મણને આપેલાં દાન મુજબ, યજ્ઞ કરાવવાને છે.
નામથી બતાવેલા અધિકારીઓમાં, દૂતક, સામંત શિલાદિત્ય, અને વિવિદિલ અને વિપત્તિ, એટલે “દિવાન” અને મુખ્ય સેક્રેટરી, સ્કંદભટ છે. રાજાએ દાનપત્રની પ્રસ્તાવનામાં સંબોધેલા અધિકારીઓમાં એક વાથેવરા નામને નવીન હેદ્દેદાર આવે છે. આ શબ્દનો અર્થ હું જાણતા ન હોવાથી ફકત અહિં તે લખું છું.
ઈ. એ. વ. ૭ પા. ૭૦.૭૧
જી. બ્યુહર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com