________________
૧૨૪] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત (દીક્ષાથી જીએ) સર્વની અપ્રીતિ વર્જવી જોઈએ અને તે વર્જવી અશક્ય લાગે, તો પિતાને અશુભેદય (પાપોદય) છે, એ વિગેરેનું ચિંત્વન કરીને પોતાના આત્માનું કલ્યાણ કરવું જોઈએ. સ્ત્રીના ભરણપોષણનો બંદોબસ્ત કરવાનું કહેનારાએ સ્ત્રીની દયાને
લીધે પ્રેરાયેલા નથી. વળી કેટલાક એમ પણ કહેવાને તૈયાર થાય છે કે
“સ્ત્રીના ભરણપોષણને બંદોબસ્ત કર્યો ન હોય, તે તે સ્ત્રીના ધણથી દીક્ષા લઈ શકાય નહિ.”
આવી રીતે કહેનારા શું સ્ત્રીની દયાને લીધે દેરાએલા છે? જે તેઓ સ્ત્રીની દયાને લીધે જ દેરાએલા હોય, તે તેઓએ દીક્ષા લેનારાઓની સ્ત્રીઓ માટે ભરણપોષણને બંદોબસ્ત કરવા તૈયાર થવું જોઈએ, પણ તેમ તેમ કરતા નથી. તેથી માનવું પડે છે કે–એઓ સ્ત્રીની દયાને નામે માત્ર દીક્ષાનો જ અટકાવ કરવા માગે છે. તેઓએ વિચારવાનું છે કે-દીક્ષા લેનાર તે કદાચ સ્ત્રીને બંદોબસ્ત કરે, પણ તેવી ઉંમરમાં મરણ પામનાર મનુષ્ય સ્ત્રીને બંદેબસ્ત ક્ય સિવાય મરણ પામે, તે તેના મૃત્યુને અટકાવવા માટે કંઈ પ્રયત્ન કર્યો છે ખરો? અથવા તો તેવી રીતે મરણ પામેલાની વિધવાઓના પોષણને માટે કંઈપણ ફંડ એકઠું કર્યું છે ખરું? જે કે-દીક્ષા લેનારાઓ ઘણા જ ઓછા હોય છે અને તેમાં પ જેની સ્ત્રીને અને પાછળ ભરણપોષણનો બંદબસ્ત ન હોય એવા તે કેઈક જ હોય છે, પરંતુ જે સ્ત્રીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com