________________
* * *
૯૪] . . . . . . . . સાગરાનંદસૂરિજી સંકલિત તે દેષો લાગુ પડતા નથી. છતાં લાગુ પાડવા જે પ્રયત્ન થાય છે, તે કેવળ શાસ્ત્રનાં વચનની શ્રદ્ધા નહિ રાખનારાઓ તરફથી શ્રદ્ધાળુ જનેને ફસાવવા અને ભમાવવા માટે જ છે. અખંડ બ્રહ્મચર્ય પાળવા માટે બાળદીક્ષા એજ રાજમાર્ગ છે.
જેવી રીતે નાની ઉમ્મરની દીક્ષા રોકવા માટે અઢાર વર્ષની વય નકકી કરવાનું કહેવામાં આવે છે, તે પ્રમાણે જે અઢાર વર્ષની અંદરની ઉંમરવાળાને દીક્ષાનો નિષેધ કરવામાં આવે, તો ચાલુ જમાનાની અપેક્ષાએ કોઈ પણ બાળબ્રહ્મચારી બની શકે જ નહિ, કારણ કે–ઉચ્ચ કેમના છોકરાઓનાં સગપણે નાની ઉંમરમાં જ કરવામાં આવે છે, તેમજ તેઓને તેમનાં માબાપ મોટા ભાગે અઢાર વર્ષની અંદર જ પરણાવી દે છે. પરણ્યા પછીથી જે તે દીક્ષા લેવા માગે, તો તેના સગા-સંબંધીઓ વિગેરેને તે અરૂચિકર જ થાય છે. લગ્નમાં જોડાયા પછી જે તે અઢાર વર્ષથી ઓછા ઉંમરને મનુષ્ય પોતાના વૈરાગ્યમાં જ દઢ રહે, તે તેથી તેને પિતાને ઘરે તેમજ તેના સસરાને ઘરે પ્રતિદિન કલેશની જ વૃદ્ધિ થાય છે, અને તેની વૈરાગ્યવાસના તેડવા માટે તેનાં માબાપે જે તેને લંપટીઓની સેબતમાં મૂકે, તો તેનો આ લોક તથા પરલેક બગડે, એટલું જ નહિ પણ ખરાબ સોબતના પરિણામે તે દીક્ષા લેવાને તૈયાર થયેલ છતાં–“અઢાર વર્ષથી ઓછી ઉંમરનાને દીક્ષા અપાય નહિ” -એવા કાયદાથી રોકાયેલો હોવાથી, પિતાનું વર્તમાન અને ભવિષ્ય બને બગાડે અને તેનું કારણ અઢાર વર્ષથી ઓછી ઉંમરવાળાને દીક્ષા ન દેવાને શાસ્ત્રવિરૂદ્ધ કાયદો જ ગણાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com