SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ધમતવ તેને જે વિસ્તાર પામતી અટકાવવામાં ન આવે તે સામંજસ્યને ભાગ થયા વિના રહે નહિ. બન્ને પ્રકારની વૃત્તિઓ વિસ્તાર પામવાની શક્તિ ધરાવે છે એ વાત તે આપ પણ કબુલ કરી ગયા છે. જે ઉભયવિધ વૃત્તિમાં વિસ્તાર પામવાની એકસરખી શક્તિ રહેલી છે તે પછી ભક્તિ વિગેરેને આગળ વધવા દેવી અને કામાદિ વૃત્તિને અમુક સીમાથી આગળ વધવા ન દેવી તેનું શું કારણ? આપ કહી ગયા છો કે જે કામાદિ વૃત્તિ બળવાન બની જાય તે ભક્તિ–પ્રીતિ અને દયાદિ વૃત્તિઓ બરાબર ખીલી શકે નહિ; પરંતુ ભક્તિ-પ્રીતિ આદિ વૃત્તિ જે બળવાન થઈ જાય તે કામ-ક્રોધાદિની ઉત્તમ રીતે ખીલવણી થઈ શકે નહિ, અને તેથી સામંજસ્યનો ભંગ થાય, તેમ કાઈ કહે છે તેનું સમાધાન આપ કેવી રીતે કરો ? ગુર–શારીરિક વૃત્તિઓ કે જેને પાશવવૃત્તિ કહેવામાં આવે છે, અર્થાત જે વૃત્તિ પશુઓમાં પણ છે, અને આપણામાં પણ છે તે વૃતિ આપણું જીવનની રક્ષાને માટે અથવા તે વંશની રક્ષાને માટે જરૂરની છે, એમ આગળ કહી ગયો છું. પરંતુ આ પાશવકૃત્તિ પિતાની મેળેજ રપુરી શકે એવી હોવાથી તેને ખીલવવાને માટે અનુ. શીલનની કે પ્રયત્નની જરૂર રહેતી નથી. દાખલા તરીકે સુધા અને તૃષા માટે આપણે કાંઈ ખાસ પ્રયત્ન કરે પડતો નથી, તેમજ ઉંઘવાની શક્તિ પ્રાપ્ત કરવાને પણ કોઈ ખાસ પ્રકારની પ્રવૃત્તિ કયાંય જોવામાં આવતી નથી. અહીં એક વાત બહુજ લક્ષમાં રાખવાની છે. સ્વતપુર્ત વૃત્તિ અને સહજ વૃત્તિ એ બે છેક ભિન્ન ભિન્ન વસ્તુઓ છે. જે વૃત્તિ જન્મની સાથેજ આપણુમાં ઉતરી આવી છે તેને “સહજ” કહી શકાય, અને સર્વ વૃત્તિ “સહજ”-દેહની સાથે જ ઉત્પન્ન થયેલી છે, પરંતુ સર્વ વૃત્તિને સ્વતઃસ્કુર્ત (પિતાની મેળે જ છુરવાવાળી) કહી શકાય નહિ. જે સ્વતઃસ્મૃર્તિવાળી વૃત્તિ છે તેને બીજી વૃત્તિનું અનુશીલન કશી હરકત કરી શકતું નથી. શિષ્ય-કાંઈ સમજાયું નહિ. જે વૃત્તિ સ્વતઃસ્કૃત નથી તે બીજી વૃત્તિના અનુશીલનથી શામાટે લુપ્ત થાય ? ગુર–અનુશીલનને માટે ત્રણ વસ્તુ જરૂરની છે. (૧) સમય (૨) શક્તિ-અને (૩) અનુશીલનનું ઉપાદાન–અર્થાત જે વડે વૃત્તિનું અનુશીલન થાય છે. અત્યારના કાળમાં આપણી શક્તિ અને સમય અત્યંત પરિમિત છે. મનુષ્યજીવન અમુક વર્ષ કરતાં વધારે લંબાઈ શકતું નથી. ભરણ-પોષણ અર્થે વખતનો જે ભોગ આપવો પડે છે, તેના હિસાબે વૃત્તિઓને ખીલવવાનો સમય આપણને બહુજ અલ્પ મળે છે, એ વાત નિર્વિવાદિત છે. હવે જે આ અવકાશના સમયને કઇ પણ રીતે સદુપયોગ ન થાય તે વૃત્તિઓના અનુશીલનને માટે બીજે સમય મળી શકે નહિ. સમયનો દુરુપયોગ ન થાય તેટલા માટે એવો નિયમ કરવો જોઈએ કે “જે વૃત્તિને માટે અનુશીલનની જરૂર નથી–અર્થાત જે સ્વતઃકુર્ત છે તેના અનુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy