SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ધર્મત તે દુઃખનોજ અનુભવ થાય છે. ગુરુ –એક વાત બરાબર લક્ષમાં રાખજે કે, વૃત્તિના અનુશીલનનું ફળ સૌથી પ્રથમ સ્મૃતિરૂપે પ્રકટ થવું જોઈએ અને છેવટે તૃપ્તિની અવસ્થામાં સમાપ્ત થવું જોઈએ. ધારેલી વસ્તુની પ્રાપ્તિ થવાથી જે સુખ થાય, તે એ પરિતૃપ્તિનું જ સુખ લેખાય. ઉક્ત સ્તુતિ તથા પરિતૃપ્તિ એ બને સુખને માટે આવશ્યક છે. શિષ્ય –એનેજ જે સુખ કહેતા હો તે હું ધારું છું કે એ પ્રકારનું સુખ પ્રાપ્ત કરવું એ મનુષ્યોનો પવિત્ર ઉદ્દેશ ન જ હોવો જોઈએ; કેમકે વિષયી માણસ પિતાની વિષયી વૃત્તિઓના અનુશીલનથી પરિતૃપ્તિનું સુખ પ્રાપ્ત કરી શકે છે. એવું સુખ પ્રાપ્ત કરવાને દરેકે ઉદ્દેશ રાખવો એ શું ઠીક ગણાય ? ગુર:–નહિ જ; કારણ કે તેથી ઈદ્રિયવૃત્તિઓ એટલી બધી પ્રબળ થઈ જાય કે માનસિક વૃત્તિઓ દબાઈ જ જાય અને ધીમે ધીમે વિલુપ્ત પણ થઈ જાય. એટલા માટે દરેક મનુષ્ય એક યૂલ નિયમ પાળવો જોઈએ અને તેનું નામ છે સામંજસ્ય...! અર્થાત જ્યારે જેટલી જરૂર હોય તેટલેજ અંશ વૃત્તિઓને પરિતૃપ્ત કરવી અને તેને બેકાવી દેવા જેટલી હદે ન લઈ જતાં યોગ્ય પ્રમાણમાંજ શાંત કરવી, તેનું જ નામ “સામંજસ્ય” નું પાલન. ઇદ્રિવૃત્તિઓનો સર્વથા વિલોપ કરી નાખવો એ સિદ્ધાંત ધર્મને અનુકૂળ નથી. તેમનું સામંજસ્ય સાચવવું, અર્થાત 5 ઇન્દ્રિયને ચોગ્ય પ્રમાણમાં જ અંકુશમાં રાખવી અને યોગ્ય પ્રમાણમાં જ તૃપ્ત કરવી એજ પણ ધર્મનો સિદ્ધાંત છે. વિલેપમાં અને સંયમમાં મહાન ભેદ રહે છે, પણ એ વાત હવે પછી સમજાવીશ. હાલ તુર્તમાં તો આ એક સ્થળ વાતને જ સમજી લે કે વૃત્તિઓનો અનુશીલન સમયે એક બીજી વૃત્તિ સાથેનું તેમનું પરસ્પરનું સામંજસ્ય બરાબર સચવાવું જોઈએ. આ સામંજસ્ય એટલે શું ? એ વાત હું તને હવે પછી સમજાવીશ. અત્યારે તે આપણે સુખના ઉપાદાન સંબંધી જ થોડેક વિચાર કરીશું. પ્રથમ:- શારીરિક અને માનસિક વૃતિઓનું અનુશીલન એ સુખના હેતુભૂત છે, એમ કહેવાની જરૂર નથી. અનુશીલનદ્વારા પ્રકટતી સ્કૂર્તિ, તે સમયની અવસ્થાને માટે ઉપયોગી પ્રજનસિદ્ધિ અને છેવટે પરિણતિ એ પણ સુખમાં કારણભૂત છે. બીજું–તે સર્વ વૃત્તિઓનું પરસ્પર ઉપયોગી સામંજસ્ય. ત્રીજું-કાર્યસાધનદ્વારા ઉક્ત વૃત્તિઓની પરિતૃપ્તિ. મેં ઉપર કહ્યું તે સિવાય બીજી કોઈ જાતનું સુખ હોય એમ સંભવતું નથી. યોગીઓને ગદ્વારા જે સુખ મળે છે તે સુખ પણ ઉપલા નિયમોમાં આવી જાય છે, એ વાત હું તને બીજે કોઈ પ્રસંગે સમજાવીશ. તે સુખને અભાવ એજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy