SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત “ધર્મતત્વ” પુસ્તક બંકિમચંદ્રને બીજે કીર્તિસ્થંભ છે, અને ત્રીજી ભગવદ્દગીતાની ટીકા; પણ આ ટીકા તેઓ સંપૂર્ણ ન કરી શક્યા. આજે અમે આપણું દુર્ભાગ્ય માનીએ છીએ. ચેથા અધ્યાય સુધી લખી શક્યા હતા. સંપૂર્ણ થઈ હેત તે આજ તે પણ બંકિમના સર્વોત્તમ કીર્તિસ્થંભરૂપ ગણત. આ રીતે માતૃભાષા તથા માતૃભૂમિની સેવા કરતાં કરતાં ઈ. સ. ૧૮૯૪ માં ૫૬ વર્ષની ઉંમરે બંગાળી સાહિત્ય-સેવકોના સમ્રાટ બંકિમચન્દ્ર ચટ્ટોપાધ્યાયે પિતાની માનલીલા સમાપ્ત કરી હતી. મહારાજા વિક્રમાદિત્યને રાજ્યવૈભવ અત્યારે ભૂંસાઇ ગયા છે તે પણ હજુ જેમ કાલિદાસનાં “અભિજ્ઞાન શાકુંતલ” “રઘુવંશ” ઇત્યાદિ પુસ્તકે અમર છે; અને તે નિત્ય નવા નવા ભાવથી વાચકનાં મન રંજન કરે છે, તે જ પ્રમાણે વિદેહ થએલા મહાશય બકિમચંદ્રના ગ્રંથો અને લેખે પણ ચિરકાલ રહેશે; અને વાચકનાં મનને આનંદ આપી ઉન્નતિના માર્ગે પ્રેરશે. रामकथा રિણા litti Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy