SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત ૪૩ આશારૂપી કેળના પાનને ધોઈને યશરૂપી મિઠાઈની આશાથી દરવાજા આગળ ઉભા છે ! એવીજ અમે કહ્યું છે કે બહુ માણસો બળી ઉઠયા છે.” બંગ જવા દઈને અમે કહી શકીએ કે સગ્રંથની સમાલોચના કરતાં વધુ, સુખ બીજું નથી; પણ જે ઢગલાના ઢગલા રદી પુસ્તકે ટપાલ મારફતે અમારા કાર્યાલયમાં આવે છે તેમની સમાલોચના તો અમારે માટે બહુજ દુઃખદાયક છે. તેમને વાંચવા કરતાં વધારે દુ:ખપ્રદ બીજું કંઇજ નથી.” સાહિત્યક્ષેત્રમાં પ્રવેશ કરી જે સમયે બંકિમચંદ્ર ગ્રંથે લખવાને પ્રારંભ કર્યો ? તે સમયે અંગ્રેજી કેળવણીને પ્રચાર બહુ જોરથી થતા હતા. કલકત્તામાં યુનિવર્સિટી સ્થપાઈ હતી, અને નગરે નગર અંગ્રેજી સ્કૂલ ઉઘડી હતી. ધન પાર્જન માટે તથા રાજકીય સન્માન માટે પ્રજાને સામાન્ય વર્ગ અંગ્રેજી ભાષા ભણવા તરફ દોરાયે. હતો, અને ધનવાન વર્ગ પણ ઉપાધિધારી બનવા તથા રાજપુરુષોથી સંમાનિત થવા અંગ્રેજી ભાષા ભણવા લાગ્યો હતો. એ રીતે સે લેકનું અંગ્રેજી ભાષા તરફ પુષ્કળ લક્ષ્ય હતું અને અંગ્રેજી ભાષા ન જાણનાર માણસ શિક્ષિતજ ગણાતા નહિ! અંગ્રેજી ભાષાની પ્રબળતાને લીધે માતૃભાષા તો ઢંકાઈ જ ગઈ હતી. જે અંગ્રેજી ભાષા જાણતો તેને માટે સાહિત્યનું વિશાળ ક્ષેત્ર ખુલ્યું હતું. સાહિત્ય, વિજ્ઞાન : દર્શન, ઇતિહાસ ઇત્યાદિ જે વિષય જાણવાની તેને ઇચ્છા થાય તે વિષયો અંગ્રેજી ભાષામાં મળી શકતા હોવાથી અંગ્રેજી જાણનાર વર્ગ તેના નિશામાં ચકચુર રહેતો અને માતૃભાષાની કંગાલ દશા ઉપર દુઃખી થવાને બદલે હાસ્ય કરતે. આવી સ્થિતિમાં પોતાની માતૃભાષાની ઉત્કૃષ્ટતા તથા સ્વદેશહિતૈષિતાની મહત્તા દેખાડી અંગ્રેજીના અભિમાને અંધ બનેલા બંગાળીઓને વાસ્તવિક રસ્તે દેરવાને માટે બંકિમબાબુએ કમર કસી. જણાય છે કે બંકિમચંદ્રને જન્મ જાણે બંગાળી ભાષાની સેવાને માટે જ થયો. હતો ! આખા જીવનપર્યત તેમણે અત્યંત આગ્રહપૂર્વક બંગાળી ભાષાની સેવા કરી. તેમની અસાધારણ શક્તિથી બંગાળી ભાષાની અસાધારણું ઉન્નતિ થઈ. એમને એ મહામંત્ર હતું કે માતૃભાષામાં વિવિધ જ્ઞાન આપનારા ગ્રંથોનો પ્રચાર. થયા વિના કોઇ પણ પ્રજા ઉન્નતિ પામી શક્તી નથી અને જાતીયભાવના (સ્વદેશપ્રીતિ) પણ મેળવી શકાતી નથી. 2આ મહામંત્રનો. સતત જાપ જપી તેમણે બંગાળી ભાષાના ભંડારમાં ગ્રંથરત્નને વધારો કરવા. પુષ્કળ શ્રમ કર્યો. એમનાં અસાધારણ ઉત્સાહ તથા અસાધારણ વિદ્વત્તાથી બંગાળામાં જાણે યુગજ ફેરવાઈ ગયો ! બંકિમચંદ્રમાં સ્વજાતિ પ્રેમ અને સ્વદેશભક્તિ અપાર હતાં. એ ગુણને લીધે જ આજે લાખ સ્ત્રીપુરુષો તેમના પર શ્રદ્ધા અને ભક્તિ ધરાવે છે. બંકિમચન્દ્ર કહેતા કે, “પુસ્તકે લખવાનો ઉદ્દેશ સ્વદેશવાસીઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy