SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ • બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાંત - ૩૩ દ્વારકાદાસ તરતજ હેડીમાંથી કૂદી પડયા; અને પછી કાંટાલપાડામાં દેખાજ ન દીધી. ! ચંચુડામાં પ્રતિવર્ષ ચૈત્ર મહીનાના અંતમાં બહુ ધામધૂમથી એક મેળો ભરાય છે. આજથી ચાલીશ વર્ષ પહેલાં બંકિમબાબુ હુગલીમાં ડેપ્યુટી મેજીસ્ટ્રેટ હતા. તે વર્ષે એ મેળામાં બહુ ભીડ થઈ હતી. ચંચુડાની સામે પારથી બહુ લકે મેળે જેવા આવ્યા હતા. એક દિવસ ત્રીજે પહેરે બંકિમચંદ્ર જોયું કે એક નાની શી હોડીમાં બહુ લેકે ચઢી બેઠા છે, અને તેમાં હવે તલ જેટલી જગ્યા નહિ છતાં માછી લેકે બીજા ઉતારૂઓને ચઢાવ્યે જાય છે! બંકિમે માછીને મના કરી કાયદાની બીક બતાવી પણ તેણે કંઈ સાંભળ્યું નહિ, તેની મરજીમાં આવે તેટલા માણસો ભરીને તેણે હોડી હંકારી. થોડે દૂર જતાં જ હેડી ઉંધી વળી ગઈ. હેડી બહુ ઉંડા પાણીમાં ગઈ નહોતી એટલે કોઈ મવું નહિ. બંકિમે તેજ ઘડીએ માછીને પિલિસને સેપિી દીધે. પલિસે તેના ઉપર મુકર્દમો ચલાવ્યો. માછીનું નામ ગેવિંદ હતું, લેકે તેને ગેબો કહેતા હતા. તેનું ઘર કાંટાલપાડાની પાસે મલ્લ હપાડા (માછીવાડા) માં હતું. તેને સ્ત્રી અને બે છોકરીઓ હતી. મેજીસ્ટ્રેટે તેને ગુનેગાર ઠરાવીને ત્રણ મહીનાની સજા કરી. તે અભાગીગાના ભાગ્યમાં જેલમાંથી બહાર આવવાનું ન હતું. ત્યાં જ તેનું મૃત્યુ થયું. મૃત્યુના સમાચાર સાંભળીને બંકિમ સ્તબ્ધ થઈ ગયા. આ ઘટનાથી બે કિમના મનપર શી અસર થઇ હશે, તે તે પ્રભુ જાણે, પરંતુ એ પછીથી જ્યાં સુધી તે માછીની સ્ત્રી જીવતી રહી ત્યાં સુધી બે કિમબાબુ તેને માસિક મદદ આપતા રહ્યા. “ બંગલક્ષ્મી” નામનું શ્રેષ્ઠ પુસ્તક લખનાર બાબુ અનુકુળચંદ્ર મુકરજીનું એક સાપ્તાહિક પત્ર હતું. તેનું નામ “પ્રકૃતિ' હતું. અનુકુળ બાબુજ તેના માલિક અને સંપાદક હતા. સ્વર્ગસ્થ કવિ ગોવિંદચંદ્ર દાસે આ પત્રમાં એક કવિતા લખી હતી. તે કવિતા ભાવલના રાજા અને સ્વ. કાલીપ્રસન્ન ઘોષપર કટાક્ષના રૂપમાં લખેલી હતી. કવિતા વાંચતાં જ કાલી બે બુ સળગી ઉઠયા. તેમણે ઢાકાના મેજીસ્ટ્રેટની અદાલતમાં દાવો નોંધાવ્યો. સ્થાનિક વકીલ મુત્યાર બધા કાલી બાબુના પક્ષમાં ભળ્યા. ખર્ચ કદાચ રાજા સાહેબનું હશે. દરિદ્ર સાહિત્યસેવક અનુકુલ બાબુ ઉપર ભારે દુ:ખ આવી પડ્યું. તેમણે ડરી જઈને ડેપ્યુટી મેજીસ્ટ્રેટ બાબુ રામશંકર સેનને આશરે લીધે. સેનબાબુએ રાજીનામા માટે બહુ પ્રયત્ન કર્યો પણ તેમનું કાંઈ વળ્યું નહિ. અંતે અનુકુલ બાબુ બંકિમચકને શરણે ગયા. બંને વચ્ચે પહેલેથી કંઈ ઓળખાણ ન હતું. વળી પરિચયનું કંઈ કામ પણ ન હતું. સાહિત્યસેવક કે સાહિત્યચર્ચામાં આનંદ લેનાર કોઈ પણ હોય, તે તે બંકિમને મન પિતાને સંબંધી હ. અનુકુલ બાબુના દુઃખની કહાણી સાંભળીને બંકિમ બાબુનું હદય પીગળી ગયું. તેમણે તેજ વખતે કાલીપ્રસન્ન બાબુને લખ્યું “સાહિત્યસેવાને લીધે અનુકુલચંદ્રપર વિપત્તિ આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy