SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત બંકિમ–આપ આવા શબ્દો ઉચ્ચારીને કેર્ટનું અપમાન કરી રહ્યા છે. અત્યારે હું મહારાણા પ્રતિનિધિ છું. સાહેબ –આપે ભૂલ કરી છે તે આપને બતાવવી જોઈએ. બંકિમચંદ્ર વધારે વાદવિવાદમાં ન ઉતરતાં સાહેબ વિરુદ્ધ તુમાર લખવા લાગ્યા. સાહેબે જાણ્યું કે આ તે ભારે આફત આવી ! જે કદી સાંભળ્યું નથી, જોયું નથી, તેજ કરવા એક હિંદુસ્તાની મેજીસ્ટ્રેટ તૈયાર થયો છે ! બુદ્ધિમાન અને કાયદે જાણનાર સાહેબ સમજી ગયા કે તેનું આ કામ નિયમવિરુદ્ધ થયું છે. તેમણે તરતજ માફી માગી લીધી. બંકિમે પણ તેમને મારી આપી. - બંકિમે પિતાના મનમાં ધાર્યું હતું કે સાહેબ સાથે ઝગડો કરતાં કરતાં સંભવ છે કે કોઈ દિવસ નોકરી છોડવી પડશે. તેથી જ કાયદાની પરીક્ષા આપીને વકિલાત કરવાને રસ્તો તેમણે પોતાને માટે કરી રાખ્યો હતો. ઝગડા બાદ બે ત્રણ મહીનામાંજ વેસ્ટમેટ સાહેબની બદલી થઈ. તેઓ જે. વધારે દહાડા હાવરામાં રહ્યા હતા તે જરૂર બંકિમબાબુને થોડું ઘણું હેરાન થવું પડત. સાહેબે ચેડા હેરાન કર્યા પણ હતા. તે વખતે બંકિમચંદ્ર કલકત્તામાં રહેતા હતા. તેઓ હમેશાં કલકત્તાથી હાવરા જતા હતા. સાહેબે હુકમ કર્યો કે તેમણે હાવરામાંજ રહેવું. બંકિમચંદ્ર તેમાં સગવડ ન હોવા છતાંયે કંઈ બોલ્યા નહિ અને હાવરામાંજ રહેવા લાગ્યા. - બંકિમચંદ્રના હૃદયમાં કર્તવ્યજ્ઞાન બહુ પ્રબળ હતું. પિતાના પરિવારના પ્રસંગ ગોનાં અથવા નેકરીનાં કામમાં કોઈએ કદી પણ તેમને કર્તવ્યવિમુખ જોયા નથી. ઉદાહરણુતરીકે અહીં એક વાત લખવામાં આવે છે. તેઓ પોતાના કેઈ સગાને દર મહીને કંઈક ધનની મદદ કરતા હતા. આવી મદદ તેમના તરફથી બહુ લેકને મળતી હતી. જેને ખાવાપીવાની તંગી હોય, જેઓ અનાથ હોય, તેમને થડા રૂપીઆ, માસિક આપવા એ તેઓ પોતાનું કર્તવ્ય સમજતા હતા. જે સગાનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે તેની તરફ બંકિમચંદ્રને બહુ તિરસ્કાર હતા. તેઓ તેને ઝેરથીયે ખરાબ સમજીને તેનાથી છેટા રહેતા હતા; તે પણ દર મહીને થોડી ધનની મદદ તે આપ્યાજ કરતા હતા. તે સગા તરફ બંકિમચંદ્રને એટલી ઘણા હતી કે કદી તેનું નામ પણ જીભથી નહેતા લેતા અને તેમની કલમથી પણ લખતા ન હતા. તેને જે ધન તેઓ આપતા હતા તેને માટે પણ હિસાબમાં તે સગાના નામને બદલે ફિઝલ ખર્ચ એવું લખતા હતા. હાવરામાં બંકિમચંદ્રની ફરીથી બદલી થઈ. હવે તેઓ ફર્સ્ટ કલાસ મેજીસ્ટ્રેટ થયા માસિક પગાર રૂ. ૮૦૦) થશે. તે વખતે પુસ્તકોના વેચાણમાંથી પણ પૂરતી આવકચતી હતી. જીવનભરમાં તેમને પૈસાની તંગો નથી ભોગવવી પડી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy