SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાંત નિર્ભયતાથી લૂટારાઓને કહ્યું-"તાકાત હોય તે આવી જાઓ” ડાકુ તેમનાથી બધા, અને દૂર જઇને ઉભા રહ્યા. આ વખતે મી. હૈટી સાથે બંકિમબાબુને ઘેર લેખિનીયુદ્ધ સ્ટેટસમેન પત્રમાં ચાલતું હતું. બન્નેનાં લખાણે લેકે આતુરતાથી વાંચતા હતા. એ લેખમાળાને લીધે સ્ટેટસમેનની એટલી ખપત વધી હતી કે કઈ કઈ દિવસે તો તે બે વાર છાપવું પડતું હતું. આ ઝગડે ઉભે થવાનું કારણ બહુજ સાધારણ હતું. તે દિવસોમાં ટેસ્ટી સાહેબના હાથમાં કંઈ ખાસ કામકાજ ન હતું. તેથી તેમણે હિન્દુઓને અને તેમના ધર્મને ભલું ભુંડું કહેવાનું શરૂ કર્યું. શોભા બજારના રાજભવનમાં એક માણસનું શ્રાદ્ધ હતું, એ તેમાં કારણભૂત થયું. મહારાજ કાલીકૃષ્ણ બહાદુરની સ્ત્રીનું શ્રાદ્ધ ખૂબ ધામધૂમથી થયું હતું. તેને લગતા સભામંડપમાં બંગાળાના પ્રસિદ્ધ અને શ્રેષ્ઠ પુરુષો એકત્ર થયા હતા. આ સભામાં ૪૦૦૦ અધ્યાપક પંડિત હતા. તે સભામડ૫માં રાજભવનના ઇષ્ટદેવ ગોપીનાથજીની મૂર્તિ ચાંદીના સિંહાસન ઉપર પધરાવવામાં આવી હતી. તે જોઈને હેસ્ટી સાહેબને ક્રોધાગ્નિ સળગી ઉઠય. ક્રોધને ન રેકી શકવાથી તેઓ હિંદુ ધર્મ ઉપર તીવ્ર વાગબાણ છોડવા લાગ્યા. તેમણે હિંદુધર્મવિરુદ્ધ લેખ પણ લખવા શરૂ કર્યા. બંકિમચંદ્ર જેવો વિદ્વાન અને ધાર્મિક પુરુષ આ કેમ કરીને સહન કરી શકે ? તેમણે રામચંદ્રના નામથી તેમના લેખોના સચોટ જવાબ આપવા શરૂ કર્યા. તેમની આ લેખમાલાથી તેમનું અગાધ પાંડિત્ય જણાઈ આવે છે. પિતાના લેખોના સચોટ જવાબ મળતા હૈચ્છી સાહેબ તેના લેખકનું અસલ નામ જાણુવાને આતુર થઈ રહ્યા હતા. બંકિમચંદ્રની જાજપુરથી હાવરા બદલી થઈ. તે વખતે ઈ. વી. વેસ્ટ કેટ સાહેબ હાવરામાં મેજીસ્ટેટ હતા. થોડા જ દિવસમાં ઉક્ત સાહેબ સાથે બંકિમ બાબુને તકરાર થઈ. એક રે સંબંધી મુકામે બંકિમચંદ્રની કચેરીમાં મોકલવામાં આવ્યો. તે મુકદમાનું પરિણામ જાણવા માટે મેજીસ્ટ્રેટ સાહેબ અત્યંત ઉત્કંઠિત હતા. એક દિવસ તેમણે સાંભળ્યું, કે બંકિમચંદ્ર આરોપીને છોડી દીધો છે. સાહેબને તે અસહ્ય થઈ પડયું. તેઓ બહુ જ નારાજ થઈને બંકિમબાબુની કચેરીમાં ગયા. - બંકિમબાબુ પાસે તે વખતે એક બીજો મુકર્દમે ચાલતું હતું. સાહેબને જોઇને બંકિમચંદ્ર ઉભા થયા નહિ તેમજ તેમની સાથે કંઈ બોલ્યા પણ નહિ. સાહેબે કેટના માનની ખાતર ટોપી ઉતારી. ત્યાર બાદ પ્લેટર્ફોર્મની નીચે ઉભા રહીને બંકિમચંદ્રને સંબોધીને કહ્યું - બંકિમ બાબુ ! રે વેવાળા મુકર્જમામાં આપે આરોપીને છોડી દીધું ?” બંકિમે એમને એમજ ખુરશી ઉપર બેઠાં બેઠાં કહ્યું “હા, તે—” સાહેબ આપે આરોપીને સજા કરવી જોઈતી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy