SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ अध्याय २७ मो-चित्तरंजिनी वृत्ति શિષ્ય –હવે અન્યાન્ય કાર્યકારિણી વૃત્તિઓની અનુશીલન-પદ્ધતિ સાંભળવાની ઇચછા રાખું છું. ગુર–એ વિષય શિક્ષણશાસ્ત્રને છે, તેથી તે વિષે અને વિસ્તારથી બોલ. વાનો પ્રસંગ નથી. શારીરિક વૃત્તિ તથા જ્ઞાનાર્જની વૃત્તિસંબંધે હું કેવળ સાધારણ અનુશીલન પદ્ધતિ તને કહી ગયો છું–વૃત્તિવિશેષને ખાસ કરીને કેવી રીતે કેળવવી તે વિષે મેં કાંઈ કહ્યું નથી. બીજા શબ્દોમાં કહું તે શરીરને કેવી રીતે બળવાન બનાવવું, કેવી રીતે અસ્ત્રશસ્ત્ર ચલાવવાં, કેવી રીતે બુદ્ધિને તીક્ષ્ણ બનાવવી તથા મગજને ગણિતશાસ્ત્ર સમજી શકે એવી યોગ્યતાવાળું કેવી રીતે બનાવવું એ સર્વ વિષયોને મેં સ્પર્શ કર્યા વિના જ રહેવા દીધા છે; કારણ કે એ વિષય કેળવણુશાસ્ત્રનો છે. અનુશીલન તત્વનો સ્કૂલ માં સમજવાને માટે કેવળ સાધારણ વિધિનું કાનજ બસ છે. એટલા માટે શારીરિક તથા જ્ઞાનાર્જનીવૃત્તિના અનુશીલનસંબંધે મેં સાધારણ વિધિજ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ કાર્ય. કારિણી વૃત્તિની અનુશીલન પદ્ધતિ–સાધારણ વિધિ-ભક્તિના વિષયમાં સમાવેશ પામી જાય છે. પ્રીતિતત્વ ભક્તિતત્વની અંદર સમાવેશ પામે છે તથા યાતત્વ પ્રીતિતત્વની અંદર સમાવેશ પામી જાય છે, એ વાત હું તને પૂર્વે કહી ગયો છું. સમસ્ત ધર્મો ઉક્ત ત્રણ તની અંદરજ સમાવેશ પામે છે, એમ કહું તે પણ અતિશયોક્તિ નથી. એટલા માટે મેં ભક્તિ, પ્રીતિ તથા દયાને વિષય બની શકે તેટલા વિસ્તારથી ચર્ચા છે. નહિતર ઉક્ત સર્વ વૃત્તિઓની ગણના કરાવવી તેમજ તેની અનુશીલનપદ્ધતિને નિર્ણય કરે એ મારે ઉદ્દેશ નથી, તેમજ તેટલી શકિત પણ નથી. શારીરિક, જ્ઞાનાર્જની અને કાર્યકારિણી વૃત્તિ સંબંધે મારે જે કાંઇ બેલવા યોગ્ય હતું તે બોલી ગયો છું. હવે ચિત્તરંજિની વૃત્તિ સંબંધે સંક્ષેપમાં કહું તે સાંભળ. જગતના સર્વ ધર્મોમાં એક અપૂર્ણતા રહી ગઈ હોય, એમ મને લાગે છે, અને તે એજ કે ચિત્તરંજિની વૃત્તિઓના અનુશીલન માટે ખાસ કરીને કોઈએ ભાર મૂક્યો નથી, પરંતુ એ ઉપરથી એ સિદ્ધાંત કરી લેવું યોગ્ય નથી કે પ્રાચીન ધર્મવેત્તાઓ તેની આવશ્યકતા બરાબર સમજી શકયા નહિ હોય, અથવા તે તેઓએ એ વિષયને બીલકુલ ઉપદેશ નહિ કર્યો હોય. હિંદુઓની પૂજાની સામગ્રી-પુષ્પ, ચંદન, ધૂપ, દીપ, નૃત્ય, ગીત તથા વાઘ આદિને ઉદેશ ભકિતના અનુશીલનપૂર્વક ચિત્તરંજિની વૃત્તિના અનુશીલનને પણ હવે જઈએ, અથવા ધ ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy