SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૨૦ મે–ભક્તિનુ સાધન ૧૩૧ પેાતાની કર્મેન્દ્રિયા ધ્રુવી રીતે ઇશ્વરને અણુ કરવા માગતા હતા, તેનું ઉ ાહરણ આપવા ભાગવત પુરાણમાંથી અત્રે કેટલાએક શ્લોકા આપુ' છું. ભગવાન સબંધે તેમાં જણાવવામાં આવ્યું છે કે;— बिले बतोरुक्रमविक्रमान् ये न श्रृण्वतः कर्णपुटे नरस्य । जिह्वासती दर्दुरिकेव सूत, न योपगायत्युरुगायगाथाः ॥ भारः परं पट्टकिरीटजुष्टमप्युत्तमांगं न नमेन्मुकुन्दम् । पादौ करौ नो कुरुतः सपर्या हरेर्लसत्कांचनकंकणौ वा ॥ बर्हीयते तन्नयनं नराणां लिङ्गानि विष्णोर्न निरीक्षते यत् । पादौ नृणां तौ दुमजन्मभाजौ क्षेत्राणि नानुत्रजतो हरेयौं । जीवञ्छवो भागवताङ्घ्रिरेणुं न जातु मर्त्योऽभिलभेत यस्तु । श्रीविष्णुपद्या मनुजस्तुलस्या श्वसञ्छवो यस्तु न वेद गन्धम् ॥ तदश्मसारं हृदयं बतेदं यद्गृह्यमाणैर्हरिनामधेयैः । न विक्रियेताथ यदा विकारो नेत्रे जलं गात्ररुहेषु हर्षः ॥ અર્થાત્–જે મનુષ્ય વડે શ્રીહરિના ગુણાનુવાદનું શ્રવણ ન કરે, તેના મને કર્ણા વૃથા ગત ( ખાડા ) માત્ર છે. હે સૂત ! જે હિરકીન કરે નિહ તેની અશુભ જીહુવા દેડકાની જીવા સમાન છે. મસ્તકવડે જે મુકુન્દને નમસ્કાર નથી કરતા તેનુ મસ્તક મુગટવડે ભલે સુશોભિત હાય તાપણુ તે નિષ્ફળ ભારરૂપ છે, જે પેાતાના હસ્તયવડે હરિની પૂજા ન કરે તેના હાથ કનક-કંકણથી શાલતા છતાં પણુ મુડદાના હાથ સમાન છે. જે ચક્ષુવડે વિષ્ણુપૂર્તિનું દર્શન ન થાય તે ચક્ષુએને ચક્ષુ નહિ સમજતાં મેારના પીછામાંના ડાધ સમાન સમજવા. જેનાં ચરણા સરિતી માં પર્યટન ન કરે તે ચરણા નિષ્ફળ છે. પ્રભુની ચરણરજ જે મનુષ્ય ધારણ કરતા નથી તે જીવવા છતાં પણ શખસમાન છે. વિષ્ણુના ચરણમાં અર્પણ કરેલી તુલસીની ગંધ જે મનુષ્ય નથી લેતા, તેના શ્વાસેવાસ ચાલતા હાય તાપણુ તે મૃતવત્ છે. હિરના નામનુ' કાન સાંભળી જેનું હૃદય ઉન્મત્ત ન થાય અતે જેની આંખમાં પાણી ન આવે તથા જેનું અંગ રામાંચિત ન થાય તેનું હૃદય લાઠુમય છે, એમ સમજવું. આ પ્રમાણે એક શ્રેણીના ભતા ઇશ્વરને પેાતાની ખાન્દ્રિયા સમણુ કરવાના મા દર્શાવતા ગયા છે; પરન્તુ એ ઉપાસના મૂર્તિની અપેક્ષાવાળી છે. નિરાકાર પ્રભુ પ્રત્યે ઉપર કશો તેવા આંખ-કાનના નિયેાગ થઈ શકે અસવિત છે, શિષ્યઃ—પરન્તુ મારા પ્રશ્નના ઉત્તર હજી મને મળ્યા નહિ. ભકિતનું યથા સાધન શું ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy