SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ ધર્મતત્વ જ્ઞાની હોવા છતાં સંસારમાં જ રહ્યો હોય તેને માટે જ્ઞાન તથા વિજ્ઞાનયોગ એજ પ્રશસ્ત છે. તેવી જ રીતે જે મનુષ્ય જ્ઞાની હોવાની સાથે સંસારને ત્યાગ કરી ચૂક્યો હોય, તેને માટે અર્થાત જ્ઞાની ગીને માટે ધ્યાનયોગ એ જ ઉત્તમ છે. તે સિવાયના પામરથી લઈને ઉચ્ચ કેટી સુધીના સર્વ મનુષ્યોને માટે સર્વ શ્રેષ્ઠ એવો રાજગુહ્યયોગજ ઠીક છે. સારાંશ કે સર્વ પ્રકારના મનુષ્યો ઉન્નતિ પ્રાપ્ત કરી શકે તેટલાજ માટે સ્વયં જગદીશ્વરેજ આવા આશ્ચર્યમય અપૂર્વ ધર્મને પ્રચાર કર્યો છે. પરમાત્મા પિતે અનંત કરણમય છે, તેથી જ તેમણે સર્વને અનુકૂળ આવે એવા ઉદ્દેશથી આવા સીધા માર્ગો દર્શાવ્યા છે. શિષ્ય: પરંતુ આપની ધર્મવ્યાખ્યા જે સત્ય હોય તો તે પછી ભકિતજ સર્વ સાધનાઓનું મૂળ છે, અને જે પ્રત્યેકને માટે ભકિતયોગજ ઉત્તમ હોય તે તેનેજ એક સીધા માર્ગ રૂપે શામાટે ન લખી શકાય ? | ગુસ-ભકિતનું અનુશીલન અત્યાવશ્યક છે, એટનાજ માટે અનેક પ્રકારની સાધનાઓ તથા , અનુશીલનપદ્ધતિઓ પ્રચલિત થઈ છે. મારે અનુશીલનવાદ જો તું બરાબર સમજી શકશે તે પછી તેં ઉપર કહી તેવી શંકાનું તું પોતેજ સમાધાન કરી શકશે. ભિન્ન ભિન્ન પ્રકૃતિનાં મનુષ્યોને માટે ભિન્ન ભિન્ન અનુશીલન પદ્ધતિઓ જરૂરી છે. યોગ એ કેવળ અનુશીલનપદ્ધતિનું નામાંતર માત્રજ છે. શિષ્યઃ–પરંતુ સકળ યોગોનું જે પ્રકારે વર્ણન કરવામાં આવ્યું છે તે ઉપરથી પાઠકવર્ગને સ્વાભાવિકરીતે જ એક પ્રશ્ન ઉદ્દભવવા યોગ્ય છે. નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાન–અર્થાત જ્ઞાનને એક પ્રકારનું સાધન ગણાવવામાં આવ્યું છે, તેવી જ રીતે સમુ બ્રહ્મની ઉપાસનાને–અર્થાત ભક્તિને પણ એક પ્રકારના સાધનરૂપે ગણાવવામાં આવી છે. અનેક મનુષ્યોને માટે આ બને સાધને ઉપયોગી તેમજ સાધ્ય હવાયોગ્ય છે. તો જેમને માટે બન્ને માર્ગો એકસરખા ઉપયોગી હોય તેમણે એમના કયા માર્ગનું અવલંબન લેવું બને સાધનાઓમાં ભક્તિ તો રહેલી જ છે, એ વાત મારે લક્ષબહાર નથી; તથાપિ પ્રશ્ન એ છે કે જ્ઞાનમયી ભક્તિ અને કર્મમયી ભક્તિ એ બેમાં શ્રેષ્ઠ કોણ ગુર:–બારમા અધ્યાયની શરૂઆત થતાંની સાથે જ અને એ પ્રથને શ્રીકૃષ્ણને પૂછ્યું હતું–શ્રીકૃષ્ણ પરમાત્માએ તેને જે ઉત્તર આપ્યો હતો, તેજ આ બારમા અધ્યાયના ભક્તિયોગરૂપે આપણી પાસે પ્રગટ છે. અર્જુનના પ્રશ્નનું અને તેના ઉત્તરનું રહસ્ય તું બરાબર સમજી શકે તેટલાજ માટે ગીતાના પૂર્વગામી અગીઆર અધ્યાયો હું તને ટુંકામાં સમજાવી ગયો. કારણ કે જ્યાં સુધી પ્રશ્નનું સ્વરૂ૫ ન સમજાય ત્યાંસુધી ઉત્તર પણ બરાબર બુદ્ધિમાં ન ઉતરી શકે એ સ્વાભાવિક છે. શિષ્ય:-શ્રીકૃષ્ણ તેને શું ઉત્તર આપો ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy