SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૧૭ મે-ભક્તિ-ધ્યાન-વિજ્ઞાનાદિ ૧૧૧ કેમ પ્રાપ્ત થતી નથી ? તે તેનું સમાધાન માત્ર એટલું જ છે કે સકામ ઉપાસના એ ઇશ્વરની આરાધનાને સત્ય માર્ગ નથી. જો કે દેવ-દેવીઓની ઉપાસના કરનારાએ પણ પ્રકારતરે તે ઈશ્વરની ઉપાસના કરે છે, તે પણ વસ્તુતઃ ઈશ્વરની નિષ્કામ ઉપાસના એજ મુખ્ય ઉપાસના છે. તે સિવાય ઈશ્વરપ્રાપ્તિને એકકે રાજમાર્ગ નથી. એટલાજ માટે સર્વ કામનાઓનો ત્યાગ કરી, ઇશ્વરને જ સર્વ કર્મે અર્પણ કરવાં અને ઈશ્વરમાં દઢ ભકિતભાવ રાખ એજ ધર્મ અને એજ મેક્ષને ઉપાય છે. આ રાજગુહાગ ભકિતરસથીજ પરિપૂર્ણ છે. સાતમા અધ્યાયમાં ઈશ્વરનું સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે, અને દશમા અધ્યાયમાં તેની વિભૂતિઓનું વર્ણન છે. આ વિભૂતિયોગ બહુ વિચિત્ર છે; પરંતુ અત્યારે તે વિષયમાં ઉતરવાની જરૂર નથી. દશમા અધ્યાયમાં વિભૂતિઓનું વિવરણ કરી તેનું પ્રત્યક્ષ સ્વરૂપ વિશ્વરૂપ દર્શનના આકારમાં અર્જુનને અગીઆરમા અધ્યાયમાં ભગવાન દર્શાવે છે. ત્યાર પછી બારમા અધ્યાયમાં ભક્તિને પ્રસંગ નીકળે છેઆવતી કાલે હું તને એ ભકિતયોગ સંભળાવીશ. अध्याय १८ मो-भगवद्गीतानो भक्तियोग --02 - શિષ્ય:–ભકિતયોગ વિષયક વ્યાખ્યા કરવા પહેલાં મને એક વાત સમજાવે. ઇશ્વર એક છેતે પછી તેની પ્રાપ્તિનાં સાધનામાં આટલો બધો વિવાદ કેમ ? સીધે માર્ગ તે સર્વદા એકજ હવે ઘટે છે. એક ગ્રામમાં જવાને માટે સીધા પાંચ માર્ગ હોય એમ બને જ નહિ. ગુરા-સીધા માર્ગ પાંચ ન હોય, પરંતુ એકજ હોય એ વાત સત્ય છે. પરંતુ પ્રત્યેક માણસને સીધો માર્ગ જ પ્રાપ્ત થાય એમ બનતું નથી. એક પહાડના શિખરે પહોંચવા માટે જે એક સીધે માર્ગ હોય તે માર્ગે થઈને કેવળ એક-બે બળવાન વ્યકિતઓ સિવાય ભાગ્યેજ બીજું કઈ ઉપર ચઢી શકે. સાધારણ માણસોને માટે એવાં સ્થળોએ ધીમે ધીમે ચડતાં ફાવે એવા લાંબા માર્ગે થઈને ધીમે ધીમે ચડવું એજ વધારે માફક હોય છે. આ સંસારમાં અનેક પ્રકારનાં મનુષ્યો વસે છે. તેઓનું શિક્ષણ, તેઓના સંસ્કાર તથા તેની પ્રકૃતિ પણ અનેક પ્રકારે ભિન્ન ભિન્ન હોય છે. કેટલાકે સંસારી હોય છે, તો કેટલાકેએ સંસારક્ષેત્રમાં પ્રવેશ પણ કર્યો હોતો નથી; કેટલાઓ સંસાર ભોગવીને તેથી વિરક્ત બની ગયા હોય છે, તે કેટલાકે સંસારમાં જ રહેવાનું પસંદ કરે છે. સંસારીઓને માટે કમ, તેમજ અસંસારીઓને માટે સંન્યાસ એજ ઉપયુક્ત છે. જે મનુષ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy