SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મત વધ્યા હતા તે જાણવાનું કાંઈ સાધન મળી શકશે ? | ગુસ-હા, છે. છાંદોગ્ય ઉપનિષદુના તૃતીય પ્રપાઠકના ચૌદમા અધ્યાયમાંથી સહેજ તને વાંચી સંભળાવું છું તે શ્રવણ કર. "सर्वकर्मा सर्वकामः सर्वगन्धः सर्वरसः सर्वमिदमभ्यात्तोऽवाक्येनादर एष मम आत्मान्तहदय एतद् ब्रह्मैतमितः प्रेत्याभिसंभावितास्मीति यस्य स्यादवा न विचिकित्सास्तीतह स्माह शांडिल्यः" અર્થાત–સર્વકર્મવાળો (દોષ રહિત ), સર્વ કામવાળો- સુખકર ) સર્વ ગંધવાળો, સર્વ રસવાળો, સર્વ પ્રતિ અભિવ્યાપ્ત, વાણીરહિત, સબમરહિત આ મારો આત્મા હૃદયની અંદર છે, આ બ્રહ્મને આ શરીરથી વિયોગ પામીને હું અવશ્ય પ્રાપ્ત થનારો છું; એ જેનો નિશ્ચય હોય અને તેમાં (એ નિશ્ચયના એવા ફળના સંબંધમાં ) સંશય ન હોય ( તે વિદ્વાન ઈશ્વરભાવને પામે છે. ) એવી રીતે પ્રસિદ્ધ શાંડિલ્ય કહેતા હવા. જો કે આ વાત બહુ મહત્ત્વની નથી. કારણ કે ઉપનિષદૂના જ્ઞાનવાદીઓ પણ એજ વાત કહેતા આવ્યા છે. શ્રદ્ધા શબ્દ ભક્તિવાચક નથી, છતાં જ્યાં શ્રદ્ધા હોય ત્યાં સંશય ન રહે એ વાત માનવા જેવી છે, અને એથી શ્રદ્ધા શબ્દ ભક્તિને ઉદ્દેશીને લખાએલ હોય તો તે બનાવાયોગ્ય છે. છતાં મૂળ વાતની શોધ કરવી હોય તો આપણે વેદાન્તસાર ગ્રંથનું મનન કરવું જોઈએ. વેદાન્તસારના કર્તા સદાનંદાચાર્ય ઉપાસના શબ્દની વ્યાખ્યા કરતાં કહે છે કે – " उपासनानि सगुणब्रह्मविषयकमानसव्यापाररूपाणि शान्डिल्यविद्यादीनि" હવે બરાબર વિચાર કરી છે. હિંદુધર્મમાં ઈશ્વરસંબંધી વિવિધ કલ્પનાઓ કરવામાં આવી છે. હિંદુઓએ ઈશ્વરનાં મુખ્યત્વે બે સ્વરૂપો કયાં છે. એક નિગુણ ઇશ્વર અને બીજે સગુણ ઈશ્વર. અંગ્રેજીમાં જેને “એબ્સોલ્યુટ” અથવા “ અનકન્ડીશનલ” કહેવામાં આવે છે તેજ નિર્ગુણ ઈશ્વર. જે ઈશ્વર નિર્ગુણ હેય તેની કોઈ પણ પ્રકારે આપણે ઉપાસના કરી શકીએ નહિ. નિર્ગુણ ઈશ્વરની તે સ્તુતિ પણ આપણાથી થઈ શકે નહિ. કારણ કે જે નિર્ગુણ છે, જેની “ કન્ડીશન્સ ઑફ એકઝીસ્ટન્સ’ જ નથી તેને સંબોધનજ કેવી રીતે થઈ શકે તેની પ્રાર્થના તથા તેનું સ્મરણ કેવી રીતે કરવું તે પણ આપણે જાણી શકીએ નહિ. એટલા માટે ઉપાસના અર્થે તે સગુણ ઈશ્વરજ ઉપયોગી છે, નિર્ગુણવાદમાં ઉપાસનાને સ્થાન મળતું નથી. સગુણુવાદીઓ અથવા તે ભક્તિવાદીઓને જ અર્થાત્ શાંડિલ્ય આદિ પુરૂષોને જ ઉપાસના કરવાનો અધિકાર છે. વેદાન્તસારનું જે વાકય મેં હમણું ઉદ્ધત કર્યું, તેમાંથી બે મુખ્ય વાતો સિદ્ધ થઈ શકે છે. પ્રથમ તો એજ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy