SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૧૨ મે-ઇશ્વરભક્તિ-શાંડિલ્ય ૧. એમ ધારી અત્યારસુધી તે વિષયની ચર્ચા કરી, તેાપણ કેટલુંક કહેવાનું બાકી રહ્યું છે તે આજે સપૂર્ણ કરીશ. વેદમાં ભક્તિસખધી ઉલ્લેખ મળી આવતા નથી એ વાત હું તને અગાઉ જણાવી ગયા છુ. છાંદાગ્ય ઉપનિષમાં તે સ ંબંધી ઇસારા છે, એમ પણુ મેં કહ્યુ છે. છાંદેગ્ય ઉપનિષમાં જે ઉલ્લેખ છે તેની સાથે શાંડિય મહિનું નામ જોડાએલુ છે. શિષ્ય:——ભકિતસૂત્રના પ્રણેતા શાંડિલ્ય મહર્ષિ કહેવાય છે તે એજ કે ? ગુરુ:—શાંડિય નામના બે મહર્ષિ પૂર્વે થઇ ગયા છે, એમ મારે તને પ્રથમજ કહી દેવુ જોઇએ. તેમાં પ્રથમ શાંડિલ્યનુ નામ ઉપનિષદ્ની સાથે જોડ!એલુ છે, અને ખીજા શાંડિલ્યનું નામ ભકિતસ્ત્રના પ્રણેતાતરીકે પ્રસિદ્ધ છે. ઉપનિષદ્વાળા શાંડિલ્ય મહર્ષિ જેટલા પ્રાચીન છે તેટલા અતિસૂત્રના પ્રણેતા શાંડિલ્યઋષિ પ્રાચીન નથી, તિસૂત્રના ત્રીજા સૂત્રમાં પ્રાચીન શાંડિલ્યના નામને ઉલ્લેખ છે. શિષ્ય:—કઈ આધુનિક સૂત્રકારે પ્રાચીન મર્ષિનું નામ આપી પેાતાને ગ્રંથ જગમાં પ્રસિદ્ધ કર્યા હાય તો તે શું સંભવિત નથી ? હાલ તુત તા પ્રાચીન શાંડિલ્યના મતનીજ વ્યાખ્યા કરે. ગુરુઃ—કમનસીબે તે પ્રાચીન ઋષિપ્રણીત કાષ્ઠ ગ્રંથ અત્યારે મળી આવતા નથી. શ્રીશંકરાચાર્યે વેદાન્તસૂત્રનું જે ભાષ્ય રચ્યું છે તેમાંના કાઇ એક સૂત્રના ભાષ્યના ભાવા ઉપરથી કાલબ્રુક સાહેબે એવુ અનુમાન કર્યું છે કે પ્રાચીન ઋષિ શાંડિલ્યે પાંચરાત્રની રચના કરેલી હાવ જઇએ. કાલબુક સાહેબનુ આ અનુમાન કદાચ સત્ય હોય અને ન પણું હાય. પંચરાત્રમાં, બેશક ભાગવત ધર્મનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યુ છે, તથાપિ એવા એક સામાન્ય મૂળ ઉપર વિશ્વાસ રાખી શાંડિલ્ય મહર્ષિનેજ પોંચરાત્રના પ્રણેતાતરીકે માની લેવા એ ઠીક નથી. તથાપિ પ્રાચીન ઋષિ શાંડિલ્ય ભકિતધર્મના એક પ્રધાન પ્રવક હતા તેમ માનવાને આપણી પાસે પૂરતાં કારણે છે. જ્ઞાનવાદી શકરાચાર્યે પેાતાના ભાષ્યમાં ભકિતવાદી શાંડિલ્યની નિદા કરતાં કહ્યું છે કે;— " वेद प्रतिषेधश्च भवति चतुर्षु वेदेषु परम श्रेयोऽलब्ध्वा शांडिल्य इदम् शास्त्रमधिगतवान् इत्यादि वेदनिन्दादर्शनात् ॥ तस्मादसंगता एषा कल्पना इति सिद्धम् । ,, અર્થાત્-આથી કરીને વેદના પ્રતિનિષેધ થાય છે. ચાર વેદવડે શાંડિલ્યને પરમશ્રેયની પ્રાપ્તિ ન થઇ તેટલા માટે તેણે મા શાસ્ત્રની રચના કરી. તેણે વેદતી જે નિંદા કરેલી છે તે ઉપરથી સિદ્ધ થાય છે કે તેની કલ્પના બિલકુલ અસંગત છે. શિષ્ય:પરંતુ એ પ્રાચીન ઋષિ શાંડિલ્ય ભક્તિવાદમાં કેટલી હદસુધી આગળ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy