SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતત્વ માટે કાંઇજ પ્રયત્ન થતો નથી; અને તેથી કરીને કેળવણીનું જોઈએ તેવું ઉત્તમ ફળ મળી શકયું નથી. હિંદી યુવકે મનુષ્યવથી બહુ વેગળા પડી ગયા છે. વકીલ, ડોકટર અથવા સરકારી નોકર બનવું એનેજ જીવનનું પરમ લક્ષ્ય તેઓ માની બેઠા છે. બીજી તરફ યુરોપના એક ભાગની પ્રજા જ્યારે શિલ્પકુશળ તથા સંપત્તિપ્રિય બનવાનો પ્રયત્ન કરતી હોય છે તે બીજી તરફ બીજા ભાગની પ્રજા યુદ્ધપ્રિય તથા જુલમી બનવાનો પ્રયત્ન કરી રહી હોય છે. આવી દુષિત શિક્ષણ પદ્ધતિના પરિણામે યૂરોપમાં કેટકેટલાં યુદ્ધો તથા અત્યાચારો થયા છે તથા થાય છે તે કાઇથી અજાણ્યું નથી. શારીરિક વૃત્તિ, કાર્યકારિણી વૃત્તિ તથા ચિત્તરંજની વૃત્તિની ખીલવણીની સાથે યોગ્ય પ્રમાણમાં જે માનસિક વૃત્તિની પણ ખીલવણું થાય તે જ તે જગતને તથા જનસમાજને ઉપકારી અથવા મંગળકારી થઈ શકે. બીજી વૃત્તિઓને તિરસ્કાર કરી કેવળ માત્ર બુદ્ધિનેજ કેળવ્યા કરવી એ કઈ રીતે ઈચ્છવાયોગ્ય નથી. અમારા જેવા સાધારણ મનુષ્યોની ધર્માનુકૂળ માન્યતાઓ કેવા પ્રકારની છે તે તું જાણે છે ? હિંદુઓ માત્ર રૂપવાન ચંદ્ર અથવા બળવાન કાર્તિકેયને જ પૂજનીય માનીને બેસી રહેતા નથી, માત્ર બુદ્ધિમાન બહસ્પતિ કિવ જ્ઞાની બ્રહ્માની ઉપાસનાને જ સર્વસ્વ માનીને તેટલેથી જ અટકી જતા નથી; એટલું જ નહિ પણ કેવળ રસજ્ઞ ગંધર્વરાજ અથવા સરસ્વતી દેવીનેજ આરાધ્યરૂપે સ્વીકારી શાંત થતા નથી, પરંતુ હિંદુઓની ભકિત, હિંદુઓની પૂજા, હિંદુઓનું સર્વસ્વ તે સર્વાંગસંપન્ન–અર્થાત સવગીન પરિણતિયુકત, છ પ્રકારના ઐશ્વર્યયુક્ત વિષ્ણુ ભગવાનના ચરણમાં સમર્પિત થાય છે. અનુશીલન–નીતિને મુખ્ય સિદ્ધાંત પણ એજ છે કે સર્વ પ્રકારની વૃત્તિઓને એવી યોગ્યતાપૂર્વક કેળવવી કે એક વૃત્તિ બીજી વૃત્તિને દાબી દઈ સ્વછંદતાપૂર્વક આગળ વધી શકે નહિ. સારાંશ કે પ્રત્યેક વૃત્તિને પોતપોતાની સીમામાં રહેવા દઈ તેનું ગ્ય અનુશીલન કરવું એજ વિષ્ણુની આરાધનાનું મૂળ-પ્રધાન રહસ્ય છે. શિ –એ તો શિક્ષણના એક દષની વાત થઈ. બીજો દેષ શું છે? ગુર --આધુનિક શિક્ષા પ્રણાલીને બીજે દોષ એ છે કે તે પ્રત્યેક મનુષ્યને એક ખાસ વિષયમાં પરિપકવ થવાની ફરજ પાડે છે. આથી સર્વ મનુષ્યને સર્વ પ્રકારના વિષયો જાણવાને અવકાશ મળતું નથી. અર્થાત એક મનુષ્ય ધારે તે વિજ્ઞાનશાસ્ત્રમાં ખૂબ પારંગત બની શકે, પરંતુ તેને માટે સાહિત્યનાં દ્વાર તો બંધ જ રહેવાનાં. એક મનુષ્ય ધારે તે સાહિત્યની શાખામાં પરમ વિદ્વાન બની શકે, પરંતુ વિજ્ઞાનશાસ્ત્રમાં પ્રવેશ કરવાની તેને રજા મળતી નથી. આવી રીતે એક મનુષ્ય જો એક ખાસ પ્રકારની વૃત્તિને જ કેળવીને ઉપશાંત થાય તે પછી મનુષ્યની બાકીની વૃત્તિઓને ખીલવવાનો અવકાશજ કયારે મળે ? પરિણામ એ આવે કે જ્યાં જુઓ ત્યાં તમને અર્ધ મનુષ્યત્વવાળોજ માણસ મળી આવે-સંપૂર્ણ મનુષ્યત્વવાળા મનુષ્યનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy