________________
માનવમન.
[૭]. કસેલે તને એક ધર્મ તરીકે ગણવે. ઇસ્લામી ધર્મને છુંદી નાખ યાતે હિંદુધર્મના ગુણગાન કરવાં એ તે તેમને ઉદ્દેશ જ નથી. સ્વપ્રણીત ધર્મની સ્થાપના કરવાની તેમની ઈચ્છા છે.”
યાતે હિંદુ ધર્મના ગુણગાન કરવાં એ તેમને દ્વિદેશ જ નથી” આ શબ્દો સાંભળતાંની સાથે પદ્માના મનમાં જે બાદશાહને મળવાની ઉમીઓ ઉછળી રહી હતી, તે એકાએક શાંત થઈ ગઈ. કેટલાંક મનુષ્યની પ્રકૃતિ જ એવી હોય છે, કે તેમનાં મનપર અમુક પ્રકારની છાપ સત્વર પાડી શકાય છે. એવા મનુષ્યને “ લતાવૃત્તિવાળાં” ગણી શકાય. જેમ એક લતાને અમુક વૃક્ષપર પર ચઢાવી એટલે તે વૃક્ષ પર વિંટળાઈ ગયા સિવાય તેને અન્ય માર્ગ જડતા જ નથી, તેમજ આવા માણસોની મન:સ્થિતિનું હોય છે. અમુક અનુભવ થતાંની સાથે જ આવા મનુષ્યનું મન તેવું બની જાય છે અને તેનાં મતની પુષ્ટિ માટે તેજ વિચારને પ્રવાહ વહેવા લાગે છે. પરંતુ પુન: બીજા પ્રકારને વિચારે તેની સામે મુકાતાં જ વળી તેનું મન તેવું બની જાય છે. આજે તે એક મનુષ્યને ધિક્કારે છે, તે આવતી કાલે તેજ મનુષ્યનાં ચરણોમાં તે પોતાનું શિર ઝુકાવે છે. '
પદ્માના હદયમાં અકબર પ્રત્યેને દ્વેષભાવ કાજી સાથેના સંભાષણથી નષ્ટ થયે હતો અને તે સમયે તેને પોતાના વર્તન બદલ પશ્ચાત્તાપ થયો હતો. એટલું જ નહિ પણ તે માટે ક્ષમા ભક્ષા માગવા અત્યારે તે અકબર પાસે જતી હતી, પરંતુ કજલના સંભાષણથી તેની વિચાર માળાનો મેરૂ ચલાયમાન થયો હતો. તેના મનમાં પુનઃ વિવિધ પ્રકારની આશંકાઓ ઉદ્દભવવા લાગી. તે વખતે કાજીએ પણ કહ્યું હતું કે અકબરને ઇસ્લામી ધર્મ પણ જોઈત નથી, તેમજ તેને હિંદુ ધર્મની - પણ જરૂર નથી, પરંતુ તેણે પોતાની જ કીર્તિ વધારવી છે. અને
આજે કંજલે પણ એવું જ કહ્યું આને અર્થ શું? બન્ને વિરોધી - ધર્મના લેકેને આપસ આપસમાં લડાવી મારીને અકબર તે બનેને નાશ કરવા ઈચ્છે છે કે શું?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com